- Gujarati News
- Business
- INVESTMENT POINTS The Improvement Seen In The Stock Market Was Washed Away On Wednesday
34 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ધનતેરસના રોજ ભારતીય શેરબજારમાં ધનવર્ષા થઈ હતી, જો કે આજે બુધવારે ભારતીય શેરબજારમાં ગઈકાલે જોવા મળેલો સુધારો આજે ધોવાઈ ગયો હતો. ફોરેન પોર્ટ ફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની શેરોમાં સતત એકધારી વેચવાલી ચાલુ રહેતાં અને વિક્રમ સંવત 2080 પૂરૂ થઈ રહ્યું હોઈ શેરોમાં આવેલા મોટા કરેકશનમાં રિટેલ ઈન્વેસ્ટરો પણ સાવચેત થઈને આ ઘટાડાના દોરમાં ૨૫ થી ૩૦% પોર્ટફોલિયો વેલ્યુ ઘટી ગઈ હોઈ વેચવાલ બનતાં આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
જીઓપોલિટીકલ ટેન્શન બાદ ઘર આંગણે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં નબળો પરિણામો જાહેર થવાનો દોર શરૂ થતાં અને સંખ્યાબંધ બેંકોની એસેટ્સ ગુણવતા નબળી હોવા સંબંધિત સ્ટ્રેસ એસેટ્સના અહેવાલોએ આજે બેંકિંગ શેરોમાં ફંડોએ હેમરીંગ કરતા આજે સેન્સેક્સે 80000 પોઈન્ટની તેમજ નિફટી ફ્યુચરે 24400 પોઈન્ટની સપાટી ગુમાવી દીધી હતી. આ સાથે બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.04% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.54% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી, કોમોડિટી, કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4011 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1040 અને વધનારની સંખ્યા 2892 રહી હતી, 79 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતિ સુઝુકી 1.92%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.81%, અદાણી પોર્ટ 1.69%, લાર્સન લી. 0.77%, આઈટીસી લી. 0.72%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71%, ટાઈટન કંપની લી. 0.40%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.37%, નેસ્લે ઇન્ડિયા 0.37%, હિન્દુસ્તાન યુનીલીવર 0.23% અને ટીસીએસ લી. 0.21% વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ લી. 2.01%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.52%, કોટક મહિન્દ્રા બેન્ક 1.32%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.28%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.23%, એચસીએલ ટેકનોલોજી 1.20%, એકસિસ બેન્ક 1.13%, એનટીપીસી લી. 0.95%, એચડીએફસી બેન્ક 0.71%, બજાજ ફિનસર્વ 0.89%, ટાટા સ્ટીલ 0.73% અને બજાજ ફાઈનાન્સ 0.71% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.21 લાખ કરોડ વધીને 436.07 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 11 કંપનીઓ વધી અને 19 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24371 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24505 પોઇન્ટના પ્રથમ અને 24575 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24272 પોઇન્ટથી 24202 પોઇન્ટ, 24170 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24575 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51798 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51606 પોઇન્ટના પ્રથમ અને 51474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51979 પોઇન્ટથી 52088 પોઇન્ટ, 51180 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 51180 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારત ફોર્જ ( 1420 ) :- કલ્યાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1390 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1373 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1444 થી રૂ.1453 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાન.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1343 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1308 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1290 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1357 થી રૂ.1360 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ઓબેરોય રિયલ્ટી ( 1929 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1949 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1898 થી રૂ.1884 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1960 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસિસ લિ. ( 1802 ) :- રૂ.1844 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1850 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1787 થી રૂ.1775 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1863 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, વળતરની દ્રષ્ટિએ બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીએ વિક્રમ સંવત 2080માં ભલે 23%થી વધુ વળતર પૂરા પાડયા હોય પરંતુ સમાપ્ત થઈ રહેલા વિક્રમ સંવત 2080ના અંતિમ ભાગમાં એટલે કે ઓકટોબરમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલીએ રોકાણકારોનું માનસ બગાડયું છે. વિક્રમ સંવત 2080નો પ્રારંભ 12 નવેમ્બર, 2023થી થયો હતો. નવેમ્બર, 2023થી 28 ઓકટોબર, 2024ના ગાળા સુધીમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસ કેશમાં નેટ રૂ.1,94,423.41 કરોડની વેચવાલી કરી છે. રૂ.1 લાખ કરોડથી વધુની વેચવાલીતો વર્તમાન મહિનામાં જ જોવા મળી છે. ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો વિક્રમ સંવત 2081માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.
વર્ષ 2024ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.1 લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત 2081માં પ્રવેશી રહ્યા છે ત્યારે દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત 2081માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.