મુંબઈ1 કલાક પેહલા
- કૉપી લિંક
સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડનો IPO આજે ખુલ્યો છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 3 ડિસેમ્બર સુધી બિડ કરી શકે છે. કંપનીના શેર 6 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
કંપની આ ઈસ્યુ દ્વારા ₹846.25 કરોડ એકત્ર કરવા માગે છે. આ માટે, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા ₹846.25 કરોડના મૂલ્યના 19,189,330 શેર વેચશે. સુરક્ષા ડાયગ્નોસ્ટિક આ ઈસ્યુ માટે કોઈ નવા શેર જારી કરશે નહીં.
29 નવેમ્બરે IPO ઓપનિંગ 6 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ
IPO ઓપનિંગ | 29 નવેમ્બર |
IPO ક્લોઝિંગ | 3 ડિસેમ્બર |
શેર અલોટમેન્ટ | 4 ડિસેમ્બર |
રિફંડ | 5 ડિસેમ્બર |
ડિમેટ અકાઉન્ટમાં શેર ક્રેડિટ | 5 ડિસેમ્બર |
શેર માર્કેટમાં લિસ્ટિંગ | 6 ડિસેમ્બર |
જો તમે પણ તેમાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તેમાં કેટલું રોકાણ કરી શકો છો…
લઘુત્તમ અને મહત્તમ કેટલી રકમનું રોકાણ કરી શકાય છે? સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે IPO પ્રાઇસ બેન્ડ ₹420-₹441 નક્કી કર્યું છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 34 શેર માટે બિડ કરી શકે છે. જો તમે ₹441ના IPOના અપર પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,994નું રોકાણ કરવું પડશે.
જ્યારે રિટેલ રોકાણકારો મહત્તમ 13 લોટ એટલે કે 442 શેર માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ અપર પ્રાઇસ બેન્ડ મુજબ ₹194,922નું રોકાણ કરવું પડશે.
રિટેલ રોકાણકારો માટે 35% ઇશ્યૂ આરક્ષિત કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે ઈશ્યુનો 50% અનામત રાખ્યો છે. આ સિવાય, લગભગ 35% શેર રિટેલ રોકાણકારો માટે અનામત છે અને બાકીનો 15% શેર બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે આરક્ષિત છે.
સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ રેડિયોલોજી પરીક્ષણ અને તબીબી કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે 2005માં સ્થપાયેલ સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડ, રેડિયોલોજી પરીક્ષણ અને તબીબી કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે. સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ તેના ગ્રાહકોને 44 નિદાન કેન્દ્રો, 750થી વધુ ડોકટરો સાથે 120 પોલીક્લીનિક દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ડોક્ટર કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે.