Tuesday, June 17, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Business

નિફટી ફ્યુચર 24606 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે: જો ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઘેરો બનશે તો ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે

Divya Sardar by Divya Sardar
November 1, 2024
in Business
250 2
0
નિફટી ફ્યુચર 24606 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે:  જો ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઘેરો બનશે તો ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 81,700 પર ટ્રેડિંગ:  નિફ્ટી 50 પોઇન્ટ ઘટ્યો; NSEનાં ફાર્મા, ઓટો અને હેલ્થકેર સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી

સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 81,700 પર ટ્રેડિંગ: નિફ્ટી 50 પોઇન્ટ ઘટ્યો; NSEનાં ફાર્મા, ઓટો અને હેલ્થકેર સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી

June 17, 2025
જથ્થાબંધ ફુગાવો 14 મહિનાના નીચલા સ્તરે:  મે મહિનામાં તે 0.39% રહ્યો; ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો

જથ્થાબંધ ફુગાવો 14 મહિનાના નીચલા સ્તરે: મે મહિનામાં તે 0.39% રહ્યો; ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો

June 16, 2025


24 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ

  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે ઈઝરાયલ દ્વારા લેબનનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. વિક્રમ સંવત 2080 પૂરું થવામાં છે, ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે બજારમાં વિશ્વાસ ડગમગવા લાગી આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો સાથે મહારથીઓએ ફરી ટેકનોલોજી – આઈટી અને બેકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે વેચવાલ બનતાં અને શેરોમાં પણ તેજીનો વેપાર હળવો કરતાં સેન્ટીમેન્ટ ખરડાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.34% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.62% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, યુટિલિટીઝ, પાવર, કોમોડિટી, મેટલ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4026 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1264 અને વધનારની સંખ્યા 2652 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 128 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 475 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન લી. 6.38%, પાવરગ્રીડ કોર્પોરેશન 0.86%, જેએસડબ્લ્યુ 0.76%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.71% અને એચડીએફસી બેન્ક 0.01% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર 4.54%, એચસીએલ ટેકનોલોજી 3.89%, ટીસીએસ લી. 2.80%, ઇન્ફોસિસ લી. 2.48%, એશિયન પેઈન્ટ 1.97%, મારુતિ સુઝુકી 1.59%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.57%, અદાણી પોર્ટ 1.45%, ભારતી એરટેલ 1.34%, એકસિસ બેન્ક 1.20%, ટાઈટન કંપની લી. 1.16%, હિન્દુસ્તાન યુનીલીવર 1.07%, બજાજ ફાઈનાન્સ 1.00% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.84% ઘટ્યા હતા.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24388 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24330 પોઇન્ટથી 24272 પોઇન્ટ, 24202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51954 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51676 પોઇન્ટના પ્રથમ અને 51606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52188 પોઇન્ટથી 52303 પોઇન્ટ, 52373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ કોટક મહિન્દ્ર બેન્ક ( 1748 ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1727 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1707 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1763 થી રૂ.1776 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1790 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ એસબીઆઈ લાઈફ ( 1631 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1606 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1590 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1653 થી રૂ.1660 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1771 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1790 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1755 થી રૂ.1740 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1808 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!

⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1701 ) :- રૂ.1734 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1747 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1686 થી રૂ.1670 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1750 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત 2081માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે. વર્ષ 2024ના અત્યારસુધીના ગાળામાં ભારતીય ઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.1 લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત 2081માં પ્રવેશી રહ્યા છે ત્યારે ભારતમાંથી એફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત 2081માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.

લેખક સેબી રજિસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Source link

Tags: Nifty Future will remain bullish above 24606 points

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

રાજીવ ખંડેલવાલ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો!:  કહ્યું- મને મારી પ્રતિભા પર વિશ્વાસ હતો, તેથી ડિરેક્ટરને સીધું કહી દીધું- સોરી, મારી પાસેથી કંઈ નહીં મળે

રાજીવ ખંડેલવાલ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો!: કહ્યું- મને મારી પ્રતિભા પર વિશ્વાસ હતો, તેથી ડિરેક્ટરને સીધું કહી દીધું- સોરી, મારી પાસેથી કંઈ નહીં મળે

June 17, 2025
ખોટી ઇચ્છાઓ મનને મૂંઝવણમાં મૂકે છે!:  ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી નારદ મુનિનો અહંકાર તોડી નાખ્યો

ખોટી ઇચ્છાઓ મનને મૂંઝવણમાં મૂકે છે!: ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી નારદ મુનિનો અહંકાર તોડી નાખ્યો

June 17, 2025
લાખો મોબાઇલ નંબરોની તપાસ બાદ પોલીસ સોનમ સુધી પહોંચી:  MPના નંબરો કેટેગરીમાંથી જુદા કર્યા; આવી 7 ટેક્નિકે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

લાખો મોબાઇલ નંબરોની તપાસ બાદ પોલીસ સોનમ સુધી પહોંચી: MPના નંબરો કેટેગરીમાંથી જુદા કર્યા; આવી 7 ટેક્નિકે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

June 17, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • રાજીવ ખંડેલવાલ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો!: કહ્યું- મને મારી પ્રતિભા પર વિશ્વાસ હતો, તેથી ડિરેક્ટરને સીધું કહી દીધું- સોરી, મારી પાસેથી કંઈ નહીં મળે
  • ખોટી ઇચ્છાઓ મનને મૂંઝવણમાં મૂકે છે!: ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી નારદ મુનિનો અહંકાર તોડી નાખ્યો
  • લાખો મોબાઇલ નંબરોની તપાસ બાદ પોલીસ સોનમ સુધી પહોંચી: MPના નંબરો કેટેગરીમાંથી જુદા કર્યા; આવી 7 ટેક્નિકે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?