પોલીસના પેટ્રોલિંગ વખતે ટ્રેન માંથી ગાંજો મળી આવ્યો….

0
34

રેલવે યાર્ડમાં પોલીસના પેટ્રોલીંગ વખતે ચેક કરતા રેલવેના બાથરૂમ માંથી કાળુ બેગ મળી આવ્યું..

-બેગમાં ચેક કરતા ૭ કિલો ગાંજા રૂ ૭૬ હજારનો મુદ્દામાલ મળી આવ્યો.

– એસ. ઓ. જીએ અજાણ્યાં શખસના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૭/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

એસ. ઓ.જી કેન્સ્ટબલ અને સ્ટાફના માણસો કાકરીયા રેલવે યાર્ડમાં પેટ્રોલીંગ કરતી વખતે બાથરૂમ માંથી એક કાળુ બેગ મળી આવતા પોલીસને શંકાસ્પદ બેગ લાગતાં બેગમાં જોયું હતું.બેગમાં જોતાં બેગમાંથી ૭ પેકેટ ગાંજાના નીકળ્યા હતાં. પેકેટ નો વજન ૭ કિલો રૂ ૭૬ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.બીજી બાજુ પોલીસે મુદ્દામાલ જપ્ત સેમ્પલ કન્ટ્રોલ માં મોકલ્યા હતા.પોલીસે અજાણ્યા શખ્શ ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરનાં વધુ થી વધુ પોલીસના પેટ્રોલીંગ હોવા છતાં ગુનેગારો ગાંજા, દારૂ વગેરે જેવી હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે.જેવો જ એક કિસ્સો કાકરિયા રેલવે યાર્ડ માં એસ. ઓ.જી પશ્ચિમ રેલવે માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્ર સિંહ તથા એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રેલવે વોશિંગ યાર્ડમાં પીટ લાઇન ૪ પર ઉભેલી પૂરી ટુ અમદાવાદ વાડી ટ્રેન માં એક ડબ્બા ના પાસે ટોયલેટ ની અંદર એક કાળા કલરની બેગ મળી આવી હતી.જોકે કોન્સ.જયેન્દ્ર અને સ્ટાફના માણસોને શંકા ગઈ કે,બેગમાં કોઈ વિસ્ફોટક પદાર્થ હોય શકે અથવા તો કોઈ નસીલો પદાર્થ હોય શકે છે. દરમિયાન પોલીસે બેગમાં શંકા જતા બેગ ચેક કરતા હતા.બાદ બેગમાંથી કપડાં વગેરે બધું નીકળ્યું હતું. પરંતુ બેગમાં ૭ પ્લાસ્ટિકના પેકેટ નીકળ્યા હતા.જેમાં પોલીસ બેગ લઈને એસ. ઓ. જી ઓફીસ લઈને આવી વજન ચેક કરતા ૭ પેકેટમાં વજન કરી તીવ્ર ધરાવતો વનસ્પતિ એફ.એસ.એલ અધિકારી પાસે રહેલી નાર્કોટેક કિટ થી ચેક કરતા ગાંજો હોવાનું ખબર પાડી હતી.જેનો વજન કરતા ૭ કિલો રૂ ૭૬ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે રેલવે પોલીસે અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ – એસ. ઓ.જી ના પેટ્રોલીંગ વખતે રેલવે યાર્ડમાંથી મળી આવ્યો ગાંજો….

પેટ્રોલીંગ દરમિયાન એસ. ઓ.જી ના જવાન ને ગાંજાનું બેગ મળતા પોલીસ સ્ટેશન લઈ જઈ નાર્કોટેક તપાસ કરતા ગાંજા હોવાનું જાણવા મળતા એફ.એસ.એલ અને પોલીસ કંટ્રોલ માં ગાંજાનું સેમ્પલ મોકલ્યું હતું.જોકે પોલીસે ૭ પેકેટ ને અલગ અલગ નામ આપી વજન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here