ચાલ મારી સાથે ફરવા,તું વાત કેમ નથી કરતી કહેતો…

0
18

– યુવતીના દુકાન પર આવી છેડતી કરી સાથે ફરવા માટેનું દબાણ કરી ધાકધમકી આપી પરીવાર ને ઢોર માર માર્યો.

– યુવતીએ શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

તા.૩૦/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

યુવતી તેના ઘર પાસે દુકાન ધરાવી ગેસ રીપેરીંગનું કામ કરતી વખતે બાજુની સોસાયટીમા રહેતો શખ્શ દુકાન પર આવી વાત કેમ નથી કરતી અને ફરવા આવીશ નહિ તો, જોઈ લઈશ કહી ધાકધમકી આપતાં યુવતીએ તેના પરીવાર ને જાણ કરી હતી.બાદ યુવતીના ભાઇએ શખ્શ ના ઘરમાં ઠપકો આપતાં ઢોર માર માર્યો. આ અંગે યુવતીએ શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.

શહેરમાં દિનપ્રતદિન સ્ત્રીઓની છેડતી ના કિસ્સા પોલીસના ચોપડે વધુ થી વધુ નોંધાઈ રહ્યા છે.જોકે ગત બે દિવસ પહેલા દાણીલીમડા પોલીસ માં પણ આધેડ મહિલા સાથે છેડતીની ધટના થઈ હતી.જેવો જ એક કિસ્સો પ્રકાશીત થયો છે.ઇસનપુર માં રહેતી યુવતી ઉ. વ 23 પોતાનાં પરીવાર સાથે રહી ઘરની બાજુમાં ગેસ રીપેરીંગ ની દુકાન ધરાવે છે. ગઇ 23 ના રોજ દુકાન પર એકલી યુવતી બેસી હતી. ત્યારે પાસેની સોસાયટી માં રહેતો ચંદ્રેશ ઉર્ફે ચંદો રબારી દુકાન પર આવીને યુવતીને કહેવા લાગ્યો કે,તું મારી સાથે ફરવા ચાલને કહેતાં યુવતીએ મારે તારી સાથે ક્યાંય ફરવા આવવું નથી અને આજ પછી દુકાન પર આવતો નહિ કહ્યું હતું. બાદ ચંદ્રેશ રબારી એ તું નહિ આવે તો, હું તને જોઈ લઈશ ધમકી આપી પલાયન થઈ ગયો હતો.જોકે યુવતીને ચંદ્રેશ રબારી રોજ ફરવા માટેનું દબાણ કરતો હતો. પરંતુ યુવતી ફરવા માટે ના પાડતી હતી.બાદ બે દિવસ પછી દુકાને આવી ચંદ્રેશ રબારી એ યુવતીને કહ્યું કે, તું કેમ મારી સાથે વાત કરતી નથી અને ફરવા આવતી નથી કહેતા યુવતીએ કહ્યું કે, મારી સાથે વાત કરવાની કોશિશ ના કરીશ અને મારી દુકાન પર આવીને આવું વર્તન કરવું હોઈ તો નહિ આવવાનું કહ્યું હતુ.
ગત ૨૬ ના રોજ યુવતીએ ઘટનાની જાણ તેના નાના ભાઈ અને પરીવાર ને કરતા યુવતીના નાના એ ચંદ્રેશ રબારી અને તેના પરીવાર ને છેડતી બાબતનો ઠપકો આપતાં બીજા દિવસે ચંદ્રેશ અને તેનો સાથીદાર યુવતીનો ભાઈ તથા તેના પિતા અને બહેનોને ઢોર માર મારી ઇજા કરી હતી.આ અંગે યુવતીએ ચંદ્રેશ રબારી ના વિરૂદ્ધમાં ઇસનપુર પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.પોલીસે છેડતી અને ધાકધમકી વગેરે જેવો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here