છેલ્લા બે દિવસમાં 647 કેસ સામે આવ્યા, તબલીગી જમાતે 14 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના

0
282
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ

તબલિગી જમાતના 960 વિદેશીઓના વીઝા રદ્દ

નવી દિલ્હી

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે, 56 લોકોના મોત આ મહામારીથી થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તબલિગી જમાલના સભ્યોને કારણે 14 રાજ્યોાં કોરોનાના 647 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાંથી ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમને કારણે કોરોનાના કેસ વધ્યા છે. આવી ઘટનાઓથી તમામ પ્રયાસ ફેલ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ સામે આવ્યા છે જેમાં 129 તબલિગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું કે, આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલને કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું. 

ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, તબલિગી જમાતના 960 વિદેશીઓના વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. બે નવી હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ગૃહમંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુકટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Click For Gujarat Samachar in Hindi India Hindi News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here