પરણિતા સાથે સાસુ સસરા દ્વારા દહેજની માંગ

0
18

– પરણિતા સાથે સાસુ,સસરા દહેજની માંગણ કરતા હતા.
– પતિનું બીજે લફરું હોવાની પરણીતાને ખબર પડતાં પતિએ મારઝૂડ કરી પિયર મોકલી દીધી.
– લેવાન આવતા પરણિતાએ પતિ સાસુ- સસરા ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૭/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી યુવતી ઉ. વ 23 પોતાના પરિવાર સાથે રહે છે.દરમિયાન યુવતીના લગ્ન બહેરામપુરા ખાતે રહેતા એક યુવક ફેબ્રુઆરી 2016 માં સમાજના રીતી રિવાજ મુજબ થયા હતા.બાદ યુવતી તેના સાસરીયામાં રહેવા લાગી હતી.જોકે લગ્ન જીવન માં એક દિકરા ને જન્મ આપતા 15 દિવસ માં દિકરાને બીમારી ના કારણે મોત નિપજ્યું હતું.પરંતુ 2019 માં યુવતીએ એક દીકરી ને જન્મ આપ્યો હતો.જોકે દિકરી થઈ હોવાથી પતિ,સાસુ અને સસરા ને ગમતું ન હતું.અને નાની નાની બાબતમાં તકરાર કરી બોલચાલ કરતા હતા. જયારે સસરા અવાર નવાર યુવતી સાથે તકરાર કરી,તું તારા પિયર માંથી દાગીના લઈ આવી કહી દહેજ ની માંગણી કરતા હતા. આ અંગે યુવતીએ પતિ,સાસુ અને સસરા ના વિરૂદ્ધમાં શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

– પત્નીને આખે પડદો બાંધી પતિ બીજે મજા મળતો……

ગત વર્ષ યુવતીને ખબર પડી કે, પતિનું કોઈ અજાણી છોકરી સાથે લફરું ચાલે છે.જેથી પતિ નાની નાની બાબતે યુવતી સાથે ઝગાડો કરી યુવતીને રાખવાની ના પાડી મારઝૂડ કરી યુવતીને પિયર મોકલી લેવા નહિ જતો.જેથી યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here