કૃષ્ણનગર માં રહેતા વૃદ્ધની દિકરીને વિડિયો સોશ્યલ મીડિયા વાયરલ કરવાની ધમકી

0
35

-વીડિયો કોલમાં વાત કરતી વખતે સગીરવયની દિકરીનો સ્ક્રીન રેકોંડિંગ કરતો હતો.
-વિડિયો સોશ્યલ મીડિયા વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સબંધ બાંધતો હતો.
-વૃદ્ધ પિતાએ શખ્શના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૧૬/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

કૃષ્ણનગર માં રહેતા વૃદ્ધની દિકરીને ૨૦૨૦ માં એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થઈને ફોન નંબર એક્સચેન્જ કાર્ય હતા.બાદ બંને ફોનમાં વાત અને વીડિયો કોલિંગ કરતા હતા.જેમાં શખ્શ સગીરવયની દિકરીનો સ્ક્રીન રેકોર્ડિંગ કરતો હતી.જેનો ફાયદો ઉઠાવી સગીરવયની દિકરીના મરજી વિરૂદ્ધ બ્લેકમેઇલ કરી ત્રણ વખત શખ્શે ગેસ્ટ હાઉસમાં જઈ શારીરિક સબંધ બાંધ્યા હતા.જો યુવતી ના પાડતી તો,તેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપ્યો હતો. આ અંગે વૃદ્ધ પિતાએ શખસના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

ક્રિષ્ણનગર માં રહેતા વૃદ્ધ ઉ. વ ૫૪ પોતાના પરિવાર સાથે રહે છે.ગત કાલે સવારે વૃદ્ધના મોટા ભાઈ એમના ઘરે વૃદ્ધને જણાવ્યું કે ગઇ કાલ રાતે મારા ફોનમાં અજાણ્યાં નંબર થી વોટસએપ મેસેજ આવ્યો જેમાં ગાળો લખી હતી અને કોણ છે.પૂછતા જણાવ્યું કે,જુહી ને ( નામ બદલ્યું છે.) પૂછી લેજો હું કોણ છું.બાદ વૃદ્ધના ભાઈએ દિકરા જોડે આવેલ અજાણ્યાં નંબર પર ફોન કરાવતાં ફોન ન ઉપાડતા વૃદ્ધના ભાયે તેના ભત્રીજાને ફોન કરવાનું કહ્યું તો,સામે વાડા શખ્શે ફોન ઉપાડી ગાળો આપી ફોન કટ કર્યો હતો.જોકે ગાળો આપતા ભત્રીજાએ પોલીસ કન્ટ્રોલ માં જાણ કરતા પોલીસ આવીને બંને પક્ષો ને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.પોલીસ સ્ટેશન આવતા જાણવા મળ્યું કે,ગાળો બોલનાર શખ્શ સાહિલ રાવ અને સાહિલ નો ફોન ચેક કરતા જોયું કે,વૃદ્ધના દિકરી સાથે વિડિયો કોલીંગ કરેલું છે.અને સ્ક્રીન રેકોન્ડિંગ હતા.જેથી વૃદ્ધે દિકરી જુહી ને પૂછતા કિધું કે, સપ્ટેમ્બર ૨૦૨૦ માં ઈન્સ્ટાગ્રામ પર મુલાકાત થઈ અને પછી નંબર એક્સચેન્જ કરી ફોનમાં વાત અને વિડિયો કોલિંગ કરતા હતા.જોકે સાહિલ સગીર વયની જુહી સાથે વિડિયો કોલીંગ માં સ્ક્રીન રેકોંડીગ કરતો હતો.બાદ રેકોર્ડિંગ ભાઈને મોકલી સોશિયલ મીડિયા માં વાયરલ કરી દેવાની ધમકી આપ્યો હતો.સાહિલ અવાર નવાર જુહી ને બ્લેકમેઇલ કરતો હતો અને જુહી વીડિયો વાયરલ ના થાય એ ડરથી કોઈ ને વાતની જાણ કરી ન હતી. આ અંગે વૃદ્ધે ક્રિષ્ના નગર પોલીસમાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

પિતાએ દિકરીને પૂછતા જણાવ્યું કે, વીડિયો કોલમાં સાહિલ સ્ક્રીન વીડિયો ચાલુ કરી,પિતા અને ભાઈને મોકલી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી આપવાની ધમકી,ત્રણ વાર અલગ અલગ જગ્યા એ લઈ જઈ સગીરવયની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.જોકે યુવતી જવા માટે ત્યાર ના થઈ તો હું કોણ છું તને ખબર છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લઇ જતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here