34 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસે 15 કરોડ 21 લાખ રૂપિયાની ઓપનિંગ મેળવ્યા બાદ અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ એ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરી હતી.
26%ની વૃદ્ધિ સાથે, ફિલ્મે શનિવારે 19 કરોડ 18 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મે બે દિવસમાં 34 કરોડ 39 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
અજયની પાંચમી શ્રેષ્ઠ ઓપનિંગ ફિલ્મ
અગાઉ, શરૂઆતના દિવસે 15 કરોડ 21 લાખ રૂપિયાની કમાણી કર્યા પછી, ‘શૈતાન’ અજયની કારકિર્દીની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અજય અને કરીના સ્ટારર ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ આ લિસ્ટમાં ટોપ પર છે. અજયની ફિલ્મને 32.09 કરોડની ઓપનિંગ મળી હતી.
‘શૈતાન’નું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે જેમાં સાઉથની અભિનેત્રી જ્યોતિકા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ની સ્ટાર કાસ્ટ હાલમાં જ મુંબઈના એક થિયેટરમાં દર્શકોને મળવા પહોંચી હતી.
‘લાપતા લેડીઝ’એ 9 દિવસમાં 7.86 કરોડ રૂપિયાની કમાણી કરી છે
તેના બીજા શનિવારે ‘લાપતા લેડીઝ’એ 88 લાખ રૂપિયા એકઠા કર્યા. આ સાથે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 7 કરોડ 86 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
શનિવારે, ફિલ્મની સ્ટાર કાસ્ટમાંથી ત્રણ મુખ્ય કલાકારો, સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંતા અને નિતાંશી ગોયલ મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યા હતા. અહીં દર્શકોએ તેની ફિલ્મના ખૂબ વખાણ કર્યા.
‘આર્ટિકલ- 370’એ 16માં દિવસે 2.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
યામી ગૌતમ સ્ટારર ‘આર્ટિકલ 370’ એ 16માં દિવસે એટલે કે ત્રીજા શનિવારે 2 કરોડ 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેણે પહેલા વીકએન્ડમાં 35 કરોડ 60 લાખ રૂપિયા અને બીજા વીકએન્ડમાં 22 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 62 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.