2 કલાક પેહલા
- કૉપી લિંક
અભિષેક બચ્ચન હાલ તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ને લઈ ચર્ચામાં છે. ફેન્સ તેની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક એક બીમાર પિતાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક્ટરે વાત કરી કે કેવી રીતે માતાપિતા તેમના બાળકો માટે વિવિધ બલિદાન આપે છે. તેના પરિવાર વિશે વાત કરતાં, તેણે પત્ની ઐશ્વર્યાનો પુત્રી આરાધ્યાની જવાબદારી લઈ ઘરે રહેવાં માટે આભાર માન્યો હતો.
‘ધ હિંદુ’ સાથે વાત કરતા અભિષેક બચ્ચને જણાવ્યું કે કેવી રીતે માતા પોતાની કારકિર્દીનું બલિદાન આપે છે જ્યારે પિતા પરિવાર માટે કામ કરે છે. તેણે કહ્યું, ‘મારા ઘરમાં, હું નસીબદાર છું કે મને બહાર જઈને ફિલ્મો કરવાનો મોકો મળે છે, પરંતુ હું જાણું છું કે ઐશ્વર્યા આરાધ્યા સાથે ઘરે છે અને તેના માટે હું તેનો ખૂબ આભાર માનું છું.
અભિષેકે ઐશ્વર્યાને લઈને તોડ્યું મૌન અભિષેકે યાદ કર્યું કે કેવી રીતે જયા બચ્ચને તેની કારકિર્દી પર રોક લગાવી દીધી હતી, જ્યારે અમિતાભ બચ્ચન પરિવાર માટે કામ કરતા હતા. જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માતાએ એક્ટિંગ કરવાનું બંધ કર્યું કારણ કે તે બાળકોને ઉછેરવા માંગતી હતી. અમે ક્યારેય લાગ્યું નથી કે પપ્પા આસપાસ નથી.
મહિલાઓ માટે અભિષેકનું સન્માન અભિષેકે કહ્યું, માતાપિતા હોવાના કારણે તમારા બાળકો તમને ખૂબ પ્રેરિત કરે છે. જો તમારે તમારા બાળક માટે પર્વત પર ચડવું પડે તો પણ તમે તેને એક પગે ચઢી શકો છો. હું આ વાત માતાઓ અને સ્ત્રીઓ માટે ખૂબ જ આદર સાથે કહું છું કારણ કે તેઓ જે કરે છે તે કોઈ કરી શકતું નથી.
અમિતાભ રાત્રે આવતા હતા તેણે યાદ કર્યું કે, હું એક સમયે મારા પિતાને અઠવાડિયા સુધી જોઈ ન શક્તો અને તે મારી બાજુના રૂમમાં સૂઈ જતા. મારો અને મારી બહેનના રૂમ તેમજ માસ્ટર બેડરૂમનો દરવાજા હંમેશા ખુલ્લો રહેતો. તે હંમેશા અમે સૂઈ ગયા પછી આવતા અને બીજા દિવસે સવારે જાગીએ તે પહેલાં જતા રહેતા. તેના વ્યસ્ત ટાઈમટેબલ છતાં, મને મારી શાળાનું એકપણ ફંકશન કે બાસ્કેટબોલ ફાઈનલ યાદ નથી કે જે તે ચૂકી ગયા હોય. દિવસના અંતે, તે હંમેશા આમારા માટે હાજર રહેતાં.