58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફેમસ એક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક બેનર્જીએ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એક સત્યનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ઘણી વખત ફિલ્મના સપોર્ટિંગ એક્ટર્સ સ્ટાર્સના બોડીગાર્ડ્સ કરતાં પણ ઓછી કમાણી કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેકે એક્ટર્સની વધતી ફી અંગે ચર્ચા કરી હતી. તેણે ફિલ્મના બજેટ પર એક્ટર્સની ફીની અસર વિશે પણ વાત કરી હતી.
એક મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે એક્ટરના સ્ટારડમ પર નિર્ભર કરે છે. આ માટે એક્ટરને દોષ ન આપી શકાય. આ બાબત નિર્માતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. હું ઘણા વર્ષો સુધી ઘણી ફિલ્મો અને શોનો કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતો. સ્ટાર્સ ક્યારેક વાહિયાત માગણી કરે છે. જેના કારણે ઘણા કલાકારોને પૈસા મળતા નથી.
સપોર્ટિંગ એક્ટરને ઓછા પૈસા મળે છે
અભિષેકે પોતાની વાત આગળ વધારતા કહ્યું- મેકર્સ મને ઓછા પૈસામાં કલાકારોને કાસ્ટ કરવાનું કહે છે. મને ખબર નથી કે મોટા સ્ટાર્સ આ જાણે છે કે નહીં. આ જ કારણ છે કે ક્યારેક સારા કલાકારોને બહુ ઓછો પગાર મળે છે. તેમણે કહ્યું- એ સાચું છે કે મોટા સ્ટાર્સ જ દર્શકોને થિયેટર તરફ ખેંચે છે. પરંતુ સહાયક કલાકારોનો પણ અગત્યનો ફાળો હોય છે. અમે તેમની મહેનતને નકારી શકીએ નહીં. કેટલાક કલાકારોને સ્ટાર્સના બોડીગાર્ડ્સ કરતાં ઓછો પગાર મળે છે.
ફિલ્મનું બજેટ કેવી રીતે તૈયાર થાય છે?
અભિષેક કહે છે કે ફિલ્મનું આખું બજેટ સ્ટાર્સ પર જાય છે. જેના કારણે સહાયક કલાકારોના બજેટમાં ઘટાડો થવા લાગે છે. આ તેમને શરૂઆતથી જ નિરાશ કરે છે અથવા તો તમે તેમની જગ્યાએ કોઈ એવી વ્યક્તિ સાથે બદલો છો કે જેઓ તેમનું કામ સારી રીતે કેવી રીતે કરવું તે જાણતા નથી. આ બધાની અસર સ્ક્રીન પર પણ જોવા મળે છે. આ કારણે; જો ફિલ્મ ફ્લોપ થાય છે, તો નિર્માતાઓ એવા આઘાતમાં જાય છે, જાણે તેમને ખબર જ ન હોય કે શું થઈ રહ્યું છે.
અભિષેકના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આ સિવાય તે જોન અબ્રાહમની ફિલ્મ ‘વેદ’માં પણ જોવા મળશે.