33 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર પાર્ટ 1: સીઝફાયર’ રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈના હાર્ટલેન્ડમાં ફિલ્મનો 120 ફૂટ લાંબો કટઆઉટ લગાવવામાં આવ્યો હતો. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો કટઆઉટ છે. ‘સાલાર’ પહેલાં હોમ્બલે ફિલ્મ્સે ‘KGF ચેપ્ટર 2’નું 100 ફૂટનું લગાવ્યું હતું. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે અને એડવાન્સ બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર, 2023ના રિલીઝના દિવસે ફિલ્મને શાનદાર ઓપનિંગ મળવાની અપેક્ષા છે. ‘સાલાર ભાગ 1: સીઝફાયર’ની રિલીઝને ચાર દિવસ બાકી છે, ફેન્સ આ એક્શનથી ભરપૂર ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર પછી હોમ્બલે ફિલ્મ્સે 13 ડિસેમ્બરે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું હતું.
શું હશે ફિલ્મની વાર્તા…
‘સાલાર’ના ટ્રેલરમાં તેની એક્શન સિક્વન્સની ઝલક જોવા મળી હતી. ડિરેક્ટર પ્રશાંત નીલ અગાઉ પણ ‘KGF’ ફ્રેન્ચાઈઝીમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘સાલાર’નું એક્શન પણ નેક્સ્ટ લેવલનું છે. ‘સાલાર’નું ટ્રેલર 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું, 24 કલાકમાં એકંદરે સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર છે. 5 ભાષાઓમાં રિલીઝ થયેલા આ ટ્રેલરને 24 કલાકમાં કુલ 116 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
પૃથ્વીરાજ પહેલીવાર 5 ભાષાઓમાં ડબિંગ કરી રહ્યો છે
આ ફિલ્મમાં પ્રભાસની સાથે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ છે. બંને બેસ્ટ ફ્રેન્ડ દેવા અને વરદાના રોલમાં જોવા મળશે. પૃથ્વીરાજે હાલમાં જ ફિલ્મનું ડબિંગ પૂર્ણ કર્યું છે. આ વિશે વાત કરતાં પૃથ્વીરાજે કહ્યું કે તેણે તેના કેટલાક પાત્રો માટે ઘણી ભાષાઓમાં ડબિંગ કર્યું છે. પરંતુ એક જ ફિલ્મમાં એક જ પાત્ર માટે 5 અલગ-અલગ ભાષાઓમાં ડબિંગ તેમણે પહેલીવાર કર્યું છે.
‘KGF’ અને ‘સાલાર’ વચ્ચે હશે ખાસ કનેક્શન ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘સાલાર’ને ચોક્કસપણે KGF સાથે કોઈક સંબંધ હોવાનું દર્શાવવામાં આવશે. આ ફિલ્મ ‘KGF’ ફેમ ડાયરેક્ટર પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, યશ ‘સાલાર’માં પણ જોવા મળશે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘સાલાર’ 22 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે.