24 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘અમારી ફિલ્મનું અહીં પ્રીમિયર કરવા બદલ કાન્ ફિલ્મ ફેસ્ટિવલનો આભાર. મહેરબાની કરીને અમને બીજી ભારતીય ફિલ્મ માટે 30 વર્ષ સુધી રાહ ન જોવડાવતાં..’
શનિવારે 77મા કાન ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર આ વાત કહેતા, ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ફેસ્ટિવલનો બીજો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો. પાયલની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને અહીં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે પાયલ આ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા બની ગઈ છે.
અમેરિકન અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા વાયોલા ડેવિસ દ્વારા સ્ટેજ પર પાયલનું સન્માન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ જીત્યા બાદ ફિલ્મની સ્ટાર કાસ્ટે સ્ટેજ પર જ પાયલને ગળે લગાવી હતી.
(ડાબેથી જમણે) કની કુશ્રુતિ, છાયા કદમ, પાયલ કાપડિયા અને દિવ્યા પ્રભા વિજેતા બન્યા પછી પોઝ આપે છે.
આ ફિલ્મનું પ્રીમિયર 23 મેના રોજ કેન્સની સૌથી પ્રતિષ્ઠિત કેટેગરી પામ ડી’ઓર હેઠળ કરવામાં આવ્યું હતું. 30 વર્ષ પછી આ કેટેગરીમાં પસંદ કરવામાં આવેલી આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. આ પહેલા 1994માં ફિલ્મ ‘સ્વાહમ’ આ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.