40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે અભિનેત્રી અનન્યા પાંડે અને એક્ટર આદિત્ય રોય કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ વિશે વાત કરતાં આદિત્યએ કરનના ચેટ શો ‘કોફી વિથ કરન’માં કહ્યું હતું કે તે ‘સિચ્યુએશનશિપ’માં છે. હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ કહ્યું કે તે નવા ડેટિંગ કોન્સેપ્ટ્સમાં વિશ્વાસ નથી કરતી. તેણે એમ પણ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર તેના સંબંધોની ચર્ચા કરતી નથી.
અનન્યા અને આદિત્યએ લેક્મે ફેશન વીક 2023માં સાથે રેમ્પ વોક કર્યું હતું.
હું કોઈ ડેટિંગ એપ પર નથી: અનન્યા
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અનન્યાએ સિચ્યુએશનશિપ વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘સિચ્યુએશનશિપ’ મને આ શબ્દ પસંદ નથી. ઉપરાંત, ન તો હું કોઈ ડેટિંગ એપ પર છું અને ન તો હું સોશિયલ મીડિયા પર મારા સંબંધો વિશે ચર્ચા કરું છું. હું એવી વ્યક્તિ નથી કે જે માત્ર સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે અલગ-અલગ રિલેશનશિપ સ્ટેટસ રાખે.
આ પહેલા આદિત્યએ પણ કરનના શોમાં અનન્યા સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.
કરનના શોમાં આદિત્યએ શું કહ્યું?
આ પહેલા જ્યારે હોસ્ટ કરને આદિત્ય સાથે કોફી વિથ કરન પર અનન્યાને ડેટ કરવા અંગે વાત કરી હતી ત્યારે આદિત્યએ કહ્યું હતું – ‘મને રહસ્યો ન પૂછો અને હું તમારી સાથે ખોટું નહીં બોલુ.’ જો કે, આ એપિસોડમાં આદિત્યએ સ્વીકાર્યું કે તે ‘સિચ્યુએશનશિપ’માં છે.
આ ફોટો ક્રિતી સેનનની બર્થડે પાર્ટીમાંથી સામે આવ્યો હતો જેમાં અનન્યા અને આદિત્ય એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે.
આ પછી અનન્યા અને આદિત્યના વેકેશનની આ તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો સાથે તેમના સંબંધો લગભગ કન્ફર્મ થઈ ગયા હતા.
બંને ઘણીવાર બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.
આ ચર્ચા ક્રિતિ સેનનની દિવાળી પાર્ટીથી શરૂ થઈ હતી
આદિત્ય અને અનન્યાના સંબંધોની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ગયા વર્ષે ક્રિતિ સેનનની દિવાળી પાર્ટીમાં બંને સાથે જોવા મળ્યા હતા. જો કે બંનેએ હજી સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી, પરંતુ તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. ક્યારેક વિદેશમાં રજાઓ ગાળતી વખતે તો ક્યારેક કોઈ પ્રસંગમાં. અનન્યા પાંડેએ પણ આ વર્ષે પોતાનો જન્મદિવસ આદિત્ય રોય કપૂર સાથે માલદીવમાં ઉજવ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આદિત્યની આગામી ફિલ્મ અનુરાગ બાસુની ‘મેટ્રો ધીઝ ડેઝ’ છે. અનન્યાની ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’ તાજેતરમાં રિલીઝ થઈ છે.