35 મિનિટ પેહલા
- કૉપી લિંક
એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ OTT પર હિટ રહી હતી. તેની ત્રણ સિઝનને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા જેવા સ્ટાર્સની ઘમાલ જોવા મળી હતી. હવે મેકર્સ આ સિરીઝને ફિલ્મનો આકાર આપવા જઈ રહ્યા છે.
‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ મોટા પડદા પર મચાવશે ભૌકાલ હવે મોટા પડદા પર ફરી એક વાર કાલિન ભૈયા, મુન્ના ભૈયા અને ગુડ્ડુ પંડિતનો ભૌકાલ જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ રાખવામાં આવ્યું છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને તેની પ્રથમ ઝલક પણ બતાવવામાં આવી છે. એક્સેલ મૂવીઝે આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આમાં કાલિન ભૈયા, ગુડ્ડુ પંડિત અને મુન્ના ભૈયાના જબરદસ્ત એક્સપ્રેશન્સ જોઈ શકાય છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ? સૌ પ્રથમ પંકજ ત્રિપાઠી કાલિન ભૈયાના રોલમાં જોવા મળે છે, જે સિંહાસનના મહત્વ, સન્માન અને શક્તિ વિશે વાત કરે છે. પછી અલી ફઝલ ગુડ્ડુ પંડિતના રોલમાં જોવા મળી રહ્યો છે. તે રમતને બદલવાની વાત પણ કરે છે. ફિલ્મમાં ફરી મુન્ના ભૈયાનો જલવો પણ જોવા મળશે. ફરી પાછા એ જ સ્વેગ સાથે મુન્ના ભૈયાનો અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2026માં રિલીઝ થશે.