55 મિનિટ પેહલા
- કૉપી લિંક
દક્ષિણના એક નિર્માતા બચ્ચન પરિવાર સાથે ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બનાવવા માંગતા હતા. જેમાં તેઓ અમિતાભ બચ્ચનને અકબરના રોલમાં, જયાને જોધાબાઈના રોલમાં, અભિષેકને સલીમના રોલમાં અને ઐશ્વર્યાને અનારકલીના રોલમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ બિગ બીએ તે ફિલ્મને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બની શકે નહીં.
અમિતાભ બચ્ચન સમગ્ર પરિવાર સાથે
નિર્માતા-નિર્દેશક મેહુલ કુમારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. મેહુલ કુમારે અમિતાભ બચ્ચન સાથે ‘કોહરામ’ અને ‘મૃત્યુદાતા’ જેવી ફિલ્મો કરી છે. મેહુલ કુમારે જણાવ્યું કે દક્ષિણના એક નિર્માતાએ બચ્ચન પરિવાર સાથે ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નિર્માતા-નિર્દેશક મેહુલ કુમાર સાથે અમિતાભ બચ્ચન
મેહુલ કુમારે કહ્યું, ‘એકવાર સાઉથ ઈન્ડસ્ટ્રીના એક મોટા પ્રોડ્યુસરે મને ફોન કર્યો અને બચ્ચન પરિવાર સાથે ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે ફિલ્મનું સંપૂર્ણ કાસ્ટિંગ પણ જણાવ્યું કે બચ્ચન પરિવારમાં કોણ કયો રોલ ભજવશે? મેં પૂછ્યું કે શું આ બાબતે બચ્ચન સાહેબ સાથે ચર્ચા થઈ છે. તેણે કહ્યું કે, બચ્ચન સાહેબે આ વિશે પહેલા તમારી સાથે વાત કરવાનું કહ્યું છે.’
દક્ષિણના એક નિર્માતા ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બનાવવા માગતા હતા
મેહુલ કુમારે આગળ કહ્યું, ‘મેં તે નિર્માતાને કહ્યું કે ‘મુગલ-એ-આઝમ’ની રિમેક બની શકે નહીં. તમે જે વિચારી રહ્યા છો તે સફળ ન થઈ શકે. કારણ કે લોકો તેની સરખામણી મૂળ ફિલ્મ સાથે કરશે. જે એક ઐતિહાસિક ફિલ્મ છે. પછી તેણે ફોન પર બચ્ચન સાહેબને કહ્યું કે મેહુલ કુમારે આ વાત કહી છે. બચ્ચન સાહેબે કહ્યું કે મેહુલે સાચી વાત કહી છે.’