7 કલાક પેહલા
- કૉપી લિંક
2015માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ‘રાઉડી રાઠોર’ની સિક્વલ પર હાલમાં જ મોટું અપડેટ આવ્યું છે. નિર્માતા કે.કે. રાધામોહને એક ઈવેન્ટમાં આ અંગે માહિતી આપી છે કે, ‘આ બંને ફિલ્મો પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. તેમની સ્ક્રિપ્ટો પૂરી થઈ ગઈ છે.’
હાલમાં જ હૈદરાબાદમાં આયોજિત ફિલ્મ ‘રુસલાન’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન નિર્માતા રાધા મોહને આ વિશે વાત કરી હતી. રાધા મોહને જણાવ્યું કે, ‘આ બંને ફિલ્મોની સ્ક્રિપ્ટ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.’
‘રાઉડી રાઠોડ’ રૂ. 203 કરોડના ગ્લોબલ કલેક્શન સાથે 2012ની સૌથી વધુ કમાણી કરનાર ચોથી હિન્દી ફિલ્મ હતી
‘રાઉડી રાઠોડ-2’ના કાસ્ટિંગ પર કામ થશે
નિર્માતાએ કહ્યું, ‘લેખક વિજયેન્દ્ર પ્રસાદે મારા માટે બે વાર્તાઓ લખી છે. એક છે ‘વિક્રમાકુડુ-2’, જેની હિન્દી સિક્વલ ‘રાઉડી રાઠોડ-2’ના નામથી બનાવવામાં આવશે. તેની વાર્તા તૈયાર છે અને અમે ટૂંક સમયમાં ફિલ્મનાં કાસ્ટિંગ પર કામ શરૂ કરીશું. આ પ્રસંગે તેમની સાથે લેખક વિજયેન્દ્ર પ્રસાદ પણ હાજર હતા.
મેકર્સ જ જલદી સલમાનને મળશે
‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ વિશે વાત કરતી વખતે રાધા મોહને કહ્યું કે, તેણે આ ફિલ્મના બીજા ભાગની સ્ક્રિપ્ટ વાંચી છે અને તે જલદી જ સલમાનને મળશે અને તેની વાર્તા તેમને સંભળાવશે.
‘બજરંગી ભાઈજાન’ 2015ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. તેણે વિશ્વભરમાં રૂ. 920 કરોડનો બિઝનેસ કર્યો હતો
ફિલ્મનું ટાઇટલ ‘પવનપુત્ર ભાઈજાન’ હશે.
અગાઉ 2021માં ફિલ્મ ‘RRR’ના પ્રમોશનલ ઈવેન્ટમાં સલમાને કન્ફર્મ કર્યું હતું કે ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ બનવા જઈ રહી છે. 2023માં બોલિવૂડ હંગામાએ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટાઇટલ ‘પવન પુત્ર ભાઈજાન’ હશે.