14 કલાક પેહલા
- કૉપી લિંક
આજકાલ વેબ સિરીઝ ‘પંચાયત’ની ત્રીજી સિઝન ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. આ દરમિયાન એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સિરીઝમાં સેક્રેટરી એટલે કે અભિષેક ત્રિપાઠીની ભૂમિકા ભજવનાર જીતેન્દ્ર કુમાર આ સિઝનના સૌથી વધુ કમાણી કરનાર એક્ટર છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને એક એપિસોડમાં કામ કરવા માટે 70,000 રૂપિયા મળ્યા છે. તે મુજબ, તેને આઠ એપિસોડની સિરીઝ માટે લગભગ 5.60 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
અહેવાલો એમ પણ કહે છે કે નીના ગુપ્તા સિરીઝની બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ છે જેને પ્રતિ એપિસોડ 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે.
જિતેન્દ્રને વર્ષ 2020માં ફિલ્મફેર ઓટીટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેને ‘બેસ્ટ એક્ટર (કોમેડી)’ નો એવોર્ડ મળ્યો
જિતેન્દ્રએ નારાજગી વ્યક્ત કરી
પોતાની ફી વિશે ચાલી રહેલા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા જિતેન્દ્રએ કહ્યું, ‘મને લાગે છે કે કોઈના પગાર અથવા નાણાકીય બાબતોની ચર્ચા કરવી ખોટું છે. આ ચર્ચાથી કશું પ્રાપ્ત થતું નથી. લોકોએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.’
જિતેન્દ્રએ 2014માં ડેબ્યૂ કર્યું હતું
જિતેન્દ્રએ 2014માં ‘શુરુઆત કા ઈન્ટરવલ’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેની ફિલ્મ ‘ગોન કેશ’ રિલીઝ થઈ હતી. જિતેન્દ્રને તેનો સૌથી મોટો બ્રેક ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’થી મળ્યો હતો. પછી થોડા સમય પછી તેને વેબ સિરીઝ ‘પંચાયત’માં સેક્રેટરી અભિષેક ત્રિપાઠીનો રોલ ઑફર કરવામાં આવ્યો. તેણે આ રોલ માટે હા પાડી અને તેનું નસીબ બદલાઈ ગયું.
જિતેન્દ્ર હવે વેબ સિરીઝ ‘કોટા ફેક્ટરી સિઝન 3’માં જોવા મળશે
જિતેન્દ્રએ IIT ખડગપુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે
થોડા સમય પહેલાં જિતેન્દ્રએ એક ઇન્ટરવ્યૂમાં એક્ટિંગ ફિલ્ડમાં આવવા અંગે કેટલીક વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તે એન્જિનિયર બને, તેથી તેમને તૈયારી માટે કોટા મોકલવામાં આવ્યો. જ્યાં તેણે IIT માટે કોચિંગમાં પ્રવેશ મેળવ્યો. આઈઆઈટીની પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ દરમિયાન તેમને સમજાયું કે તેઓ એક્ટિંગમાં જ કરિયર બનાવીને આગળ વધવા માગે છે.
આ પાછળ સમગ્ર હકીકત એ છે કે, જિતેન્દ્રને નાનપણથી જ મિમિક્રીનો શોખ હતો. તેમના કોલેજના દિવસો દરમિયાન તેમના મિત્રોએ તેમને થિયેટર માટે ઓડિશન આપવાનું કહ્યું. જિતેન્દ્રએ ઓડિશન આપ્યું અને પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા. અહીંથી જ તેણે નક્કી કર્યું કે તે એક્ટર બનશે. તેમણે વેબ સિરીઝ ‘કોટા ફેક્ટરી’ માટે ઓડિશન આપ્યું અને તેની પસંદગી થઈ. સેક્રેટરી જીના રોલમાં લોકપ્રિય થતાં પહેલા જિતેન્દ્રને કોટા ફેક્ટરીમાં જીતુ ભૈયાના રોલમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.