મુંબઈ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડસ્ટ્રીનો એક એવો આઉટસાઈડર જે ફેસબુક અને ગૂગલ દ્વારા ઓડિશન શોધતો હતો. ઓડિશન લેનારાઓ તેનું અપમાન કરતા કે તમે ક્યારેય એક્ટર બની શકશો નહીં. ક્યારેક ફિલ્મો મળતી હોય તો પણ છેલ્લી ઘડીએ તેમાંથી હટાવી દેવામાં આવતો. જો કે, પોતાના આત્મવિશ્વાસથી જ આવી મુશ્કેલીઓ તેના સપનાને કચડી ન શકી.
અમે વાત કરી રહ્યા છીએ એક્ટર કાર્તિક આર્યનની. મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની અને બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંના એક બની ગયેલા કાર્તિકની સફળતાની સ્ટોરી ઘણી રસપ્રદ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તેમને અહીં સુધી પહોંચવા માટે કોઈ સપોર્ટ મળ્યો નથી. તેઓ આજે જે સ્થાન પર છે તે તેમના વર્ષોના સંઘર્ષ અને દ્રઢ નિશ્ચય કારણે છે.
સંઘર્ષથી સફળતા સુધીની સ્ટોરી, કાર્તિકના જ શબ્દોમાં…
માતા-પિતા ડૉક્ટર, પરંતુ પરિસ્થિતિ સારી ન હતી કાર્તિક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતા ડોક્ટર છે, તેમ છતાં પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. કાર્તિક અને તેની બહેનની જરૂરિયાતો પૂરી કરવા માટે માતા-પિતાને ઘણા બલિદાનો આપવા પડ્યા હતા.
આ જ કારણ છે કે કાર્તિકને તેના સંઘર્ષથી ઘણું મોટિવેશન મળે છે. તે તેની માતાને ફાઇટર માને છે અને તેના પગલે આગળ વધી રહ્યો છે.
બાળપણમાં, હું ડોકટર અને એન્જિનિયરિંગ સિવાય બીજું કંઈ વિચારી શકતો ન હતો કાર્તિકના માતા-પિતા ડોક્ટર હોવાથી. દેખીતી રીતે, નાનપણથી જ તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાં તો ડોક્ટર બનો અથવા એન્જિનિયરિંગ કરો. જોકે, કાર્તિકને ફિલ્મોમાં રસ હતો. તેણે કહ્યું, ‘નાનપણમાં હું કહેતો હતો કે મારે ડોક્ટર કે એન્જિનિયર બનવું છે.
જોકે, ફિલ્મો જોતી વખતે મને એકટિંગ તરફ ઝુકાવ ક્યારે થવા લાગ્યો તેનો ખ્યાલ જ ન રહ્યો. મારા ઘરમાં ફિલ્મો ઘણી જોવાતી. દર સપ્તાહના અંતે હું અને મારી બહેન ટીવી સામે બેસતા. બાળપણમાં અમારી પાસે માત્ર બે-ત્રણ કામ હતા. મૂવી જોવું, ખેલકૂદ, બહાર જવું અને રમવું.
અભ્યાસના બહાને મુંબઈ જવા નીકળ્યો વધતી જતી ઉંમર સાથે કાર્તિકને એકટિંગમાં રસ વધતો ગયો. કાર્તિકે નક્કી કર્યું કે તેણે કોઈક રીતે એકટિંગની દુનિયામાં પ્રવેશ કરવો છે, પરંતુ આ માટે તેણે મુંબઈની માયા નગરીની મુસાફરી કરવી પડશે. ઉપરાંત ત્યાં જવા માટે કોઈ બહાનું પણ જોઈતું હતું. આ કારણોસર તેણે મુંબઈ અને તેની આસપાસની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ શરૂ કર્યો. તે મુંબઈ આવીને અભ્યાસ કરવા અને ઓડિશનનું કામ પણ કરાવવા માંગતો હતો.
ઓડિશન આપવા માટે દરરોજ અઢી કલાકની મુસાફરી કરતો કાર્તિક નવી મુંબઈમાં બેલાપુર નામના સ્થળે ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યાંથી તે દરરોજ અઢી કલાકની મુસાફરી કરીને અંધેરી પહોંચતો હતો. ફિલ્મના મોટાભાગના ઓડિશન અંધેરીમાં યોજાયા હતા.
કાર્તિક તેની સાથે કપડાં લઈ જતો હતો. ઓડિશન સ્થળ પર ક્યાંક વોશરૂમ શોધતો જેથી ત્યાં કપડાં બદલી શકીએ. કાર્તિકને ઘણી વખત ઓડિશન આપવાથી પણ અટકાવવામાં આવ્યો હતો. માત્ર એટલા માટે કે તેઓ કોઈપણ રેફરનશ વગર સીધો ત્યાં પહોંચી ગયો હતો.
એડ ફિલ્મમાં પણ કામ કર્યું, રિજેક્શન મળતાં દિલ તૂટી જતું કાર્તિકે જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે ઘણી એડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અહીં પણ તેને કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે માત્ર પાટિયું પકડીને કેમેરાની સામે ઊભો રહેતો. કોઈ મોટો રોલ મળતો નહતો. તેમજ ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત કાર્તિકની હિંમત તૂટી ગઈ હતી. તે રડતો પણ હતો.
જે દિવસે ફિલ્મ મળી તે દિવસે એક જીવલેણ અકસ્માત થયો તે સમય 2010-2011 વચ્ચેનો હતો. કાર્તિકના સિતારા થોડા ચમકવા લાગ્યા. તે કોઈક રીતે લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કે પંચનામા’ના ઓડિશનમાં પહોંચી ગયો હતો. ત્યાં ઓડિશનમાં પસંદગી પામી. જો કે, ત્યાંથી પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો.
તેણે કહ્યું, ‘ઓડિશનમાંથી પરત ફરતી વખતે હું જે રિક્ષામાં બેઠો હતો તે પલટી ગઈ. મારા પગમાં ફ્રેક્ચર થયું હતું. એવું લાગ્યું કે બધા સપના ત્યાં ચકનાચૂર થઈ ગયા. હું વિચારવા લાગ્યો કે મને બહુ મુશ્કેલીથી ફિલ્મ મળી છે, હવે હું કેવી રીતે શૂટ કરી શકીશ. મને ફિલ્મમાંથી બહાર કાઢી નાખવામાં આવશે એવો ડર હતો. જો કે, જ્યારે મેં ફિલ્મની પ્રોડક્શન ટીમને વિનંતી કરી, ત્યારે તેઓએ શેડ્યૂલને થોડા દિવસો લંબાવી દીધું હતું.
બે ફિલ્મો કર્યા પછી પણ તે 12 લોકો સાથે પીજીમાં રહેતો ‘પ્યાર કા પંચનામા’ કર્યા પછી કાર્તિકે લવ રંજનની બીજી ફિલ્મ ‘આકાશવાણી’ કરી. બંને ફિલ્મો તેને નોંધપાત્ર ઓળખ મળી. ખાસ કરીને ‘પ્યાર કા પંચનામા’માં તેમનો 5 મિનિટનો એકપાત્રી નાટક ઘણો ફેમસ થયો હતો. જોકે, બે ફિલ્મો કર્યા પછી પણ કાર્તિકનો સંઘર્ષ ચાલુ રહ્યો. તેઓ હજુ પણ 12 લોકો સાથે એક જ પીજીમાં રહેતા હતા. કાર્તિક સાથે રહેતા મિત્રો મોટાભાગે સંઘર્ષ કરતા કલાકારો હતા. કાર્તિક તેના માતા-પિતા પાસેથી પણ વધુ પૈસા માંગી શકતો ન હતો. આથી ક્યારેક તે પોતાના ખર્ચા માટે મિત્રો પાસેથી પૈસા ઉછીના લેતો હતો.
2018 માં સફળતા મળી કાર્તિકને ફિલ્મ ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’થી સફળતા મળી હતી. આ ફિલ્મે 100 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ પછી તેને મોટી ફિલ્મો મળવા લાગી. કોરોના કાળ દરમિયાન, ‘ભૂલ ભુલૈયા 2’ એ 260 કરોડથી વધુની કમાણી કરી અને કાર્તિકને એક પ્રોફેશનલ એક્ટર તરીકે સ્થાપિત કર્યો.
સપનું મા-બાપ સાથે મોટા ઘરમાં રહેવાનું હતું કાર્તિકનું સૌથી મોટું સપનું હતું કે તે તેના માતા-પિતા સાથે મુંબઈ શહેરમાં એક ઘરમાં રહી શકે. શહેર મોંઘું હોવાથી શરૂઆતમાં આ સપનું પૂરું કરવું મુશ્કેલ હતું. જો કે, થોડી સફળતા મળ્યા પછી, તેણે પહેલા મુંબઈમાં એક ઘર ખરીદ્યું, જ્યાં તે હવે તેના માતાપિતા સાથે રહે છે.
અક્ષય સાથેની સરખામણી પર શાહરૂખે કહ્યું- બંનેના લેવલને સ્પર્શ કરી શકુ તેમ નથી કાર્તિકની સરખામણી શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સાથે થાય છે. આ બે સુપરસ્ટાર્સની જેમ, કાર્તિક પણ એક આઉટસાઈડર છે અને હાલમાં તે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા કલાકારોમાંનો એક છે. ભલે દર્શકો અને ચાહકો કાર્તિકની તુલના શાહરૂખ અને અક્ષય સાથે કરે છે, પરંતુ કાર્તિક પોતે આ બાબતે અલગ જ અભિપ્રાય ધરાવે છે.
તેણે કહ્યું, ‘અક્ષય અને શાહરૂખ સર સાથે મારી કોઈ સરખામણી નથી. બંનેની સફર ઘણી મોટી રહી છે. આ બંનેએ ઘણા વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે. હું પોતે પણ આ બંનેનો ફેન છું. હું તેના લેવલને સ્પર્શ કરી શકતો નથી. હા, મારી પાસે એવા દર્શકો પણ છે જે મને પસંદ કરે છે. હું શક્ય એટલું તેમનું મનોરંજન કરવાનો પ્રયાસ કરું છું.
એક સમયે થર્ડ હેન્ડ કારમાં ડ્રાઇવિંગ કરતા હતા, આજે ગેરેજમાં મિની કૂપર, લેમ્બોર્ગિની સહિતની ઘણી ગાડીઓ કાર્તિક પાસે હાલમાં મિની કૂપર અને લેમ્બોર્ગિની સહિત ઘણી કાર છે. જો કે સંઘર્ષના દિવસોમાં તે થર્ડ હેન્ડ કારમાં ડ્રાઇવિંગ કરતો હતો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘મેં થર્ડ હેન્ડ કાર ખરીદી હતી. તે એવી કાર હતી કે કોઈ તેને મફતમાં પણ ખરીદશે નહીં. ઘણા વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યો. બસ, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, મારી પાસે સારી કાર ખરીદવા માટે વધારે પૈસા નહોતા. માત્ર કામ ચલાવવા માટે લીધો હતો.