28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યુ કર્યા બાદ ખુશી કપૂર કરન જોહર દ્વારા પ્રોડ્યુસ થનારી આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળશે. કરન જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે, જે નેટફ્લિક્સ માટે બની રહી છે.
કરન જોહર દ્વારા નિર્મિત અનટાઈટલ ફિલ્મનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. ફિલ્મની જાહેરાત કરતી વખતે કરન જોહરે પોતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૂટિંગની ઝલક બતાવી છે. કરને ઈન્સ્ટાગ્રામ પર ક્લેપબોર્ડ પકડેલી શોના ગૌતમની તસવીર શેર કરી છે.
આ તસવીર શેર કરીને કરન જોહરે શોના ગૌતમને તેમના દિગ્દર્શક તરીકેની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, શોના ગૌતમ, તને મારો ઘણો પ્રેમ અને આશીર્વાદ. તમારા દિગ્દર્શક તરીકેની શરૂઆતનો દિવસ-1. એક મોટો દિવસ અને જીવનભરની યાદ.
તસવીરમાં દેખાતા ક્લેપબોર્ડ પર કરન જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માટિક પ્રોડક્શનનો લોગો પણ જોવા મળે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કરન પોતે જ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. ક્લેપબોર્ડ પર લખેલું છે લેટ્સ ગો ડે 1. શક્ય છે કે ફિલ્મનું ટાઇટલ લેટ્સ ગો રાખવામાં આવ્યું હોય.
ક્લેપબોર્ડની તસવીરમાં નેટફ્લિક્સનો લોગો પણ દેખાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ માટે બનાવવામાં આવી રહી છે. હવે પિંકવિલાના હાલના રિપોર્ટ અનુસાર, બોની કપૂર અને શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર અને સૈફ અલી ખાનનો નાનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મનું નિર્દેશન શોના ગૌતમ કરશે, જે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કરન જોહરની સહાયક દિગ્દર્શક રહી ચુકી છે. નીતુ કપૂરે પણ શોના ગૌતમને તેની તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા છે.
ઈબ્રાહિમ કરનની ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કરશે
ખુશી કપૂરે ગત વર્ષે નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ આ તેની બીજી ફિલ્મ બનવા જઈ રહી છે. ઈબ્રાહીમ અલી ખાન પહેલેથી જ કરન જોહર દ્વારા નિર્મિત ફિલ્મ ‘સરઝમીન’નો એક ભાગ છે, જેમાં તે તેની અભિનયની શરૂઆત કરશે. ઈબ્રાહિમની આ ફિલ્મમાં કાજોલ પણ લીડ રોલમાં હશે.