3 કલાક પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને એક્ટ્રેસ કુશા કપિલાએ 2017માં જોરાવર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ વર્ષ બાદ 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે કુશાએ પોડકાસ્ટમાં તેના છૂટાછેડા વિશે વાત કરી છે. તેણે કહ્યું કે 2023માં તેના પતિ જોરાવર આહલુવાલિયાથી છૂટાછેડાના સમાચાર બધાને જણાવવા પડ્યા, કારણ કે એક મીડિયા કંપનીને તેની જાણ થઈ. તે કંપનીએ તેને બે દિવસનો સમય આપ્યો હતો.
કુશા કપિલાએ મોમેન્ટ ઓફ સાયલન્સ પોડકાસ્ટમાં કહ્યું, અમારે આ સમાચાર એટલા માટે જણાવવા પડ્યા કારણ કે એક મીડિયા કંપનીને અમારા છૂટાછેડા વિશે જાણ થઈ ગઈ હતી. તે કંપનીએ અમને બે દિવસનો સમય આપ્યો અને કહ્યું કે જો તમે જાહેરાત ન કરી તો તે ત્રીજા દિવસે જાતે સમાચાર પબ્લિશ કરી દેશે.
કુશા કપિલાએ કહ્યું કે તેણે તેના છૂટાછેડાના સમાચાર અંગત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ કદાચ આ સમાચાર ત્યારે લીક થયા હશે જ્યારે કોઈ તેને કોર્ટમાં જોઈ ગયું હશે. તેને એમ પણ માન્યું કે મીડિયા કંપની તેની જવાબદારી નિભાવી રહી હતી કારણ કે તેને મળેલી માહિતી પર કામ કર્યું હતું.
કુશા કપિલાએ કહ્યું, જોરાવર અને હું અલગ થઈ ગયાં હોવા છતાં અમારા સંબંધો હજુ પણ મજબૂત છે. આટલું જ નહીં, અમે હજી પણ એકબીજાના સંબંધોને માન આપીએ છીએ.
કુશા આ ફિલ્મોમાં જોવા મળી છે કુશા કપિલા ‘થેન્ક યુ ફોર કમિંગ’, ‘ડ્રાય, સેલ્ફી’ અને ‘પ્લાન એ પ્લાન બી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.