- Gujarati News
- Entertainment
- Lawyer’s Explanation The Actress Was Unnecessarily Ordered To Be Summoned To Court Just To Catch A Glimpse
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી શ્રીદેવીની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી. સામાન્ય લોકો જ નહીં મોટા કલાકારો પણ શ્રીદેવીના ચાહક હતા. રજનીકાંત પણ એક્ટ્રેેસને પસંદ કરતા હતા. હવે તાજેતરમાં, શ્રીદેવી માટે કામ કરતા વકીલે એક કિસ્સો શેર કર્યો જ્યારે મેજિસ્ટ્રેટે તેમને બિનજરૂરી રીતે કોર્ટમાં બોલાવ્યા કારણ કે તે શ્રીદેવીને જોવા માગતા હતા.
શ્રીદેવી માટે કામ કરનાર વકીલ મજીદ મેનને હાલમાં જ તેની ઓટોબાયોગ્રાફી બહાર પાડી છે. આમાં તેણે શ્રીદેવી, શાહરુખ અને સલમાનના ફેમસ કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેણે કહ્યું કે, એક સમયે હું શ્રીદેવીના કેસને જોઈ રહ્યો હતો. તે સમયે તે ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર હતા. તેમની એક ઝલક મેળવવા લોકો ઉમટી પડતા હતા. કોર્ટના મેજિસ્ટ્રેટ પણ તેમને જોવા માંગતા હતા. મેં શ્રીદેવી વતી કેસમાંથી જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હતી. મેજિસ્ટ્રેટ મને મારા અસીલને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું, કારણ કે તેઓ શ્રીદેવીને જોવા માંગતા હતા. આખરે જ્યારે તેઓ કોર્ટમાં આવ્યા ત્યારે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી.

મજીદ મેનને તાજેતરમાં તેમની આત્મકથા લોન્ચ કરી છે.
વાતચીત દરમિયાન મજીદ મેનને એ પણ જણાવ્યું કે આ કેસમાં ગ્લેમર ઉમેરવા માટે જ ઈન્ડસ્ટ્રીના ફેમસ ભરત શાહમાં શાહરુખ ખાન અને સલમાન ખાનના નામ ઉમેરવામાં આવ્યા હતા. મજીદ મેનને પોતાની આત્મકથામાં પણ આ કેસનો ઉલ્લેખ કર્યો છે.
શું હતો ભરત શાહ કેસ? 2001માં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલની નજીક હોવાના કારણે ફિલ્મમેકર ભરત શાહની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે તેની ફિલ્મ ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’માં અંડરવર્લ્ડના પૈસા રોક્યા હતા. તે ફિલ્મી હસ્તીઓ પાસેથી ખંડણીનું કામ પણ કરે છે.

મજીદ મેનનની વાત કરીએ તો બોમ્બે બ્લાસ્ટમાં તેનું નામ સામે આવ્યા બાદ તેણે સંજય દત્તનો કેસ લડ્યો છે. આ સિવાય તેઓ અનુપમ ખેર, સુનીલ દત્ત, ગુલશન કુમાર, શ્રીદેવી જેવી ઘણી હસ્તીઓના વકીલ પણ રહી ચૂક્યા છે.