6 કલાક પેહલા
- કૉપી લિંક
પોતાના શાનદાર એક્ટિંગ માટે જાણીતો એક્ટર મનોજ બાજપેયીની ફિલ્મ ‘ભૈયા જી’ દર્શકોના દિલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં એક્ટર શાનદાર એક્શન કરતો જોવા મળ્યો હતો, પરંતુ દર્શકોને તેનો આ અંદાજ બિલકુલ પસંદ ન આવ્યો. આ દરમિયાન મનોજે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે જ્યારે તે બિહારથી દિલ્હી આવ્યો ત્યારે તેના ખિસ્સામાં ફક્તને ફક્ત 120 રૂપિયા હતા. એક સમય એવો આવ્યો જ્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યો અને તેના મગજમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતાં.
મનોજ બાજપેયીએ કહ્યું- હું બિહારથી દિલ્હી ટ્રેનમાં ગયો હતો અને મારા પિતાએ મને 120 રૂપિયા આપ્યા હતા. મારી પાસે એટલું જ હતું. દિલ્હીમાં દરરોજ મારે એક નવા પડકારનો સામનો કરવો પડતો હતો. જેમાં રૂમનું ભાડું, માસિક ખર્ચ, બસનું ભાડું, ભોજન અને દરરોજ થિયેટરમાં જવાનો સમાવેશ થતો હતો. 10 વર્ષ સુધી મારી આ પ્રકારની જ જિંદગી રહી હતી.
બસનું ભાડું ચૂકવવાના પૈસા નહોતા ત્યારે પગપાળા NSD (નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા) જતો હતો. મિત્રોની મદદથીગુજરાન ચાલતું હતું. મારી પાસે માત્ર એક કુર્તો, ચામડાના ચપ્પલ અને જીન્સની જોડી હતી. આ બધું મેં ટીનના ડબ્બામાં રાખ્યું હતું, જે આજે પણ મારી પાસે છે. મારી પાસે જે હતું તે ટીનના ડબ્બામાં આવી જતું હતું.
મનોજે કહ્યું કે બિહારથી આવીને ભાષા તેમના માટે સૌથી મોટો પડકાર હતો. વધુમાં કહ્યું, મારે હિન્દી અને અંગ્રેજી શીખવું હતું. ડ્રામા સ્કૂલમાં એક પ્રોફેસર હતા. તેમણે કહ્યું પહેલાં ભાષા સુધારી લો પછી રિહર્સલ કરીશું. આ મારા માટે મોટો આઘાત હતો. જ્યારે ત્રણ વખત NSDમાંથી રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તે ડિપ્રેશનમાં ગયો. જેના કારણે મનમાં આત્મહત્યાના વિચારો પણ આવવા લાગ્યા હતા.