9 કલાક પેહલા
- કૉપી લિંક
ડિઝાઇનર-અભિનેત્રી મસાબા ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેની માતા નીના ગુપ્તા પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મસાબાએ જણાવ્યું કે નીનાને તેની પ્રેગ્નેન્સી દરમિયાન નૈતિક સમર્થન માટે કોઈ નહોતું. આર્થિક સમસ્યાઓ પણ હતી.
ફેય ડિસોઝાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મસાબાએ કહ્યું, ‘જ્યારે તે (નીના ગુપ્તા) ગર્ભવતી હતી ત્યારે તેની માતા તેની સાથે નહોતી. તેના પિતા તેની વિરુદ્ધ હતા કારણ કે તેની માતાએ તે સમયે લગ્ન કર્યા ન હતા. મારા પિતા વિવિયન રિચર્ડ્સ પણ તેમની સાથે ન હતા. તેના મિત્રો આસપાસ હતા, પરંતુ દરેકને પોતાની પણ જિંદગીહતી.
તે લોકોને કહી શકતી ન હતી કે તે ગર્ભવતી છે. આ કારણથી તેણે પોતાની પ્રેગ્નન્સી છુપાવવી પડી હતી. તેની પાસે પૈસા પણ નહોતા.
જ્યારે મેં તેને પૂછ્યું કે તેણે આ બધી સ્થિતિનો કેવી રીતે સામનો કર્યો, ત્યારે તેણે સરળ રીતે કહ્યું – હું મારા પોતાના બાળકનો આનંદ અનુભવી રહી હતી. જોકે મને એ પણ ખબર ન હતી કે હું તેને કેવી રીતે ઉછેરીશ?
બાળકો શાળામાં દુર્વ્યવહાર કરતા હતા – મસાબા ગુપ્તા મસાબાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેને શાળામાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. શાળાના બાળકો તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા અને તેના પિતા માટે પણ અપશબ્દોનો ઉપયોગ કરતા હતા.
લોકોએ કહ્યું- તમારી સ્કીન ઓમ પુરી જેવી થઈ ગઈ છે મસાબાને બોડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, ‘મેં ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ ફિલ્ટર વગર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે બાદ મને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. વીડિયો પર કોઈએ કમેન્ટ કરી હતી – તમે મેકઅપ બ્રાન્ડ સાથે શું કરી રહ્યા છો. તમારી ત્વચા ઓમ પુરી જેવી થઈ ગઈ છે.
નોંધનીય છે કે, નીના ગુપ્તા 1980ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી.
1989 માં, તેણીએ મસાબા ગુપ્તાને જન્મ આપ્યો, જેનો તેણે એકલા હાથે ઉછેર કર્યો. વિવિયન પહેલેથી જ પરિણીત હતો અને તેણે નીના માટે તેની પત્નીને છોડવાની ના પાડી દીધી હતી. 2008માં નીનાએ એક ખાનગી સમારંભમાં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા.