- Gujarati News
- Entertainment
- ‘Born In Mahesh Bhatt’spaatal lok 2 actor jaideep ahlawat gave his reaction on nepotism House…what’s His Fault In That?’
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાથીરામ ચૌધરીના પાત્રથી ફેમસ થયેલા જયદીપ અહલાવત હાલ ‘પાતાલ લોક 2’ને લઈને ચર્ચામાં છે. તેણે તાજેતરમાં બોલિવૂડમાં ‘નેપોટિઝમના મુદ્દા પર વાત કરી હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘નેપો-કિડ્સ’ ના સંઘર્ષો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.
જયદીપ અહલાવતે આલિયાના કર્યા વખાણ જયદીપ અહલાવતે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમનો પોતાના અલગ સંઘર્ષ હોય છે. આલિયા એક શાનદાર એક્ટ્રેસ છે. ખાલી વિચારો તેને આખો દિવસ ‘નેપો કિડ, નેપો કિડ’ જેવી કોમેન્ટ્સ વાંચવી પડે, કેટલું ખરાબ લાગતું હશે? મહેશ ભટ્ટના ઘરે જન્મ થયો તેનો જન્મ થયો તો શું તે તેની ભૂલ છે? જે બાળક ત્રણ કે ચાર વર્ષની ઉંમરથી ફિલ્મો જોઈને અને તેની ચર્ચા કરીને મોટો થાય છે, તે સ્વાભાવિક રીતે આ ઈન્ડસ્ટ્રીને વધુ સારી રીતે સમજશે.

‘રાઝી’ ફિલ્મ માટે આલિયાની મહેનતને યાદ કરી વધુમાં તેણે કહ્યું કે- એવી જ બાબત થઈ કે માતા-પિતા સારા ડૉક્ટર હોય તે બાળકને લોકો દરરોજ કહેતા રહે છે, ‘ઓહ, તું ડૉક્ટરનું બાળક છે, તો તું પણ ડૉક્ટર બનીશ, તો શું તેઓ બનશે? તમે નિરાશ તો નહીં થાઓ ને? એમાં એનો વાંક નથી. જયદીપે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘રાઝી’માં કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે, તે સેટ પર ખૂબ જ તૈયારી કરીને આવે છે.
જયદીપે ‘પાતાલ લોક સીઝન 2’માં શાનદાર એક્ટિંગ કરી છે જયદીપને ‘પાતાલ લોક સીઝન 2’ માટે પ્રશંસા મળી રહી છે. આ સિરીઝ 17 જાન્યુઆરી 2025ના રોજ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, જયદીપે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘રાઝી’ અને ‘મહારાજ’ જેવી ફિલ્મોમાં શાનદાર ભૂમિકાઓ ભજવી છે.