7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેગાસ્ટાર રજનીકાંતનો જમાઈ અને સાઉથ એક્ટર ધનુષની કંપનીએ નયનતારા, તેના પતિ વિગ્નેશ શિવન અને ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’ બનાવતી તેમની કંપની વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મદ્રાસ હાઈકોર્ટે બંને પક્ષોની પ્રારંભિક દલીલો સાંભળી છે, ત્યારબાદ તેણે એક્ટ્રેસ પાસેથી કાયદાકીય નોટિસ પર જવાબ માંગ્યો છે.
ધનુષની ‘વંડરબાર ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે’ નયનતારા, વિગ્નેશ અને તેમની ‘રાઉડી પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ’માં કામ કર્યું છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ પરવાનગી વગર નેટફ્લિક્સ ડોક્યુ-ડ્રામામાં અભિનેતાની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધન’ના કેટલાક દ્રશ્યોનો ઉપયોગ કર્યો છે.
કોર્ટે લીગલ નોટિસ પર નયનતારા પાસેથી જવાબ માંગ્યો ધનુષની કંપનીએ લોસ ગેટોસ પ્રોડક્શન સર્વિસિસ ઈન્ડિયા એલએલપી સામે પણ દાવો દાખલ કરવાની પરવાનગી માંગી હતી, જેને કોર્ટે મંજૂર કરી છે. આ કંપની દ્વારા, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ ભારતમાં કન્ટેન્ટમાં રોકાણ કરે છે. લોસ ગેટોસ મુંબઈ સ્થિત કંપની છે. મદ્રાસ હાઈકોર્ટે બંને પક્ષોની પ્રાથમિક દલીલો સાંભળી છે. કોર્ટે નયનતારાને આગામી સુનાવણીમાં આ કાનૂની નોટિસનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
નયનતારાએ ધનુષ પર ઘણા આરોપો લગાવ્યા હતા આ કેસ ત્યારે નોંધવામાં આવ્યો છે જ્યારે નયનતારાએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ધનુષ અને તેની પ્રોડક્શન કંપની પર એક પછી એક અનેક આરોપો લગાવ્યા છે. નયનતારાએ દાવો કર્યો હતો કે તેણે ધનુષ પાસેથી ફિલ્મના ફૂટેજનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જે આપવામાં આવી ન હતી. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે તેણે ફિલ્મના ફૂટેજનો ઉપયોગ કરવાને બદલે ડોક્યુમેન્ટરીમાં ત્રણ સેકન્ડના BTS ફૂટેજનો ઉપયોગ કર્યો ત્યારે ધનુષે 10 કરોડ રૂપિયાની માંગણી કરતી કાનૂની નોટિસ મોકલી.
શું છે સમગ્ર મામલો? નયનતારાએ તેની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ’ માટે તેની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના ગીતો અને વિઝ્યુઅલ માટે ધનુષ પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ ધનુષે તેમને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો અને પછી ડોક્યુમેન્ટરીનું ટ્રેલર જોયા પછી માત્ર 3 સેકન્ડની વિઝ્યુઅલ ચોરીના આરોપમાં અભિનેત્રીને 10 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી. નોંધનીય છે કે, નયનતારા પોતે ફિલ્મ ‘નાનુૃમ રાઉડી ધાન’માં લીડ એક્ટ્રેસ હતી.
નયનતારાની ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રિલીઝ થશે નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા:બિયોન્ડ ધ ફેરી ટેલ’ નેટફ્લિક્સ પર 18 નવેમ્બરે રિલીઝ થશે. તાજેતરમાં તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટ્રીમાં નયનતારાના જીવનના ઉતાર-ચઢાવ બતાવવામાં આવશે. ડોક્યુમેન્ટ્રીમાં, વિગ્નેશ શિવન સાથેની તેની લવ સ્ટોરી પણ જોવા મળશે, જે ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર શરૂ થઈ હતી.