1 કલાક પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનની બહેન અર્પિતા અને તેના પતિ આયુષ શર્માએ મુંબઈના બાંદ્રામાં પોતાનું ઘર વેચી દીધું છે. તેણે આ ઘર 22 કરોડ રૂપિયામાં વેચ્યું છે. હવે આ કપલ વરલીના બીજા આલિશાન મકાનમાં શિફ્ટ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, સલમાને તેના લગ્નની તારીખની જાહેરાત પહેલા અર્પિતાને બાંદ્રામાં આ ઘર ગિફ્ટ કર્યું હતું. તે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી માત્ર પાંચ મિનિટ દૂર હતું.
અર્પિતાનું ખારમાં એક એપાર્ટમેન્ટ પણ છે રિપોર્ટ્સ અનુસાર, અર્પિતા પાસે બીજું એક એપાર્ટમેન્ટ છે, જે મુંબઈના ખારમાં આવેલું છે. આ એપાર્ટમેન્ટ ડેવલપર્સની ફ્લાઈંગ કાર્પેટ બિલ્ડિંગના 12મા માળે છે. આ એપાર્ટમેન્ટ 1750 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેમાં 4 પાર્કિંગ એરિયા છે.
આયુષે 2014માં અર્પિતા સાથે લગ્ન કર્યા હતા અર્પિતા ખાને 2014માં અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને પુત્ર આહિલ અને પુત્રી આયતના માતા-પિતા બન્યા. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં આયુષે તેની અને અર્પિતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે તે 24 વર્ષનો હતો ત્યારે તેણે તેના માતા-પિતાને અર્પિતા વિશે કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. જ્યારે તેણે લગ્નની વાત કરી તો તેના પિતા ચિંતિત થઈ ગયા કારણ કે ત્યાં સુધી તેની પહેલી ફિલ્મ પણ રીલિઝ થઈ ન હતી અને તે કંઈ કમાતો નહોતો.
પિતાએ કહ્યું- તું અર્પિતાનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? આયુષે કહ્યું, ‘પપ્પાએ કહ્યું કે તું કામ નથી કરતા, કંઈ કમાતો પણ નથી. આમ છતાં તું આટલા મોટા પરિવારની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. તું તેનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?’ આયુષના કહેવા મુજબ પિતા પાસેથી આર્થિક મદદ માંગી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે તેના માતા-પિતા ખાન પરિવારને મળ્યા ત્યારે તેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ.