2 કલાક પેહલા
- કૉપી લિંક
29 નવેમ્બરે સામંથા રુથ પ્રભુના પિતા જોસેફ પ્રભુનું નિધન થયું હતું. અભિનેત્રીએ તેના પિતાના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર ભાવુક રીતે શેર કરી હતી. આ દરમિયાન, સામંથાનો તાજેતરનો એક ઇન્ટરવ્યૂ હેડલાઇન્સમાં છે, જેમાં તેણે તેના પિતા સાથેના સંબંધો વિશે વાત કરી હતી. સામંથાએ જણાવ્યું હતું કે, તેના પિતા વારંવાર તેને કહેતા હતા કે તે સ્માર્ટ નથી, જેની તેના પર ઊંડી અસર પડી હતી.
સામંથાએ હાલમાં જ ગલાટા ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘બાળપણથી જ મારે માન્યતા માટે લડવું પડ્યું હતું. મને લાગે છે કે મોટાભાગના ભારતીય માતાપિતા આવા છે. તેઓ વિચારે છે કે તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે, તેઓ કહે છે કે તમે જેટલા સ્માર્ટ નથી તેટલા તમે વિચારો છો. મારા પિતાએ મને કહ્યું કે તું હોશિયાર નથી પરંતુ ભારતીય શિક્ષણનું ધોરણ એવું છે કે તારા જેવાને પણ પ્રથમ રેન્ક મળી જાય છે.
પિતા જોસેફ અને માતા નિનેટ સાથે સામંથા.
સામંથાએ આગળ કહ્યું, ‘હું લાંબા સમય સુધી માનતી રહી હતી કે હું ખરેખર સ્માર્ટ નથી. હું સારી નથી. તેથી જ્યારે મારી પ્રથમ મૂવી ‘યે માયા ચેસાવે’ રિલીઝ થઈ અને તે બ્લોકબસ્ટર બની, ત્યારે અચાનક લોકો વખાણ કરવા લાગ્યા, પરંતુ હું હજી પણ માન્યતા માટે લડી રહી હતી. હું એ વાત માટે લડી રહી હતી કે કોઈ આવીને મને કંઈક સારું કહે. ખુશામત વરસી રહી હતી છતાં મને હજુ પણ સમજાતું નહોતું કે તેને કેવી રીતે સ્વીકારવું. કારણ કે મને તેની આદત નહોતી.’
સામંથાએ વધુમાં કહ્યું, ‘સફળતાના બે પ્રકાર છે. કાં તો તમે તમારી જાતને ભગવાન માનો અથવા તમે અંધકારમાં જાઓ અને વિચારતા રહો છો કે તમે આ વખાણ અને પ્રેમને લાયક નથી. મારી સાથે આવું થયું છે. મને ડર લાગતો હતો કે લોકો જાગી જશે અને જાણશે કે હું એટલી શાનદાર કે પ્રતિભાશાળી નથી જેટલી તેઓ વિચારે છે. હું અસુરક્ષા સાથે સંઘર્ષ કરી રહી હતી કે મારે કંઈક સારું કરવું છે, મારે સારું દેખાવું છે જેથી હું વખાણને પાત્ર બની શકું. તેણે મને આખા ચક્રમાંથી પસાર થવાની ફરજ પાડી. બાળપણમાં મને જે કહેવામાં આવ્યું હતું તે બધું ભૂલી જવા માટે મને ઘણો સમય લાગ્યો. આમાંથી સાજા થવામાં મને 10-12 વર્ષ લાગ્યાં.’
સામંથાએ આગળ કહ્યું કે તે પરફેક્ટ નથી અને પરફેક્ટ બની શકતી નથી તે સમજવામાં તેને ઘણો સમય લાગ્યો છે, પરંતુ પરફેક્ટ ન હોવું પણ ખરાબ નથી.
સામંથાના પિતાનું 29મી નવેમ્બરે નિધન થયું હતું અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘ પાપા જ્યાં સુધી આપણે ફરી મળીએ નહીં.’ આ સાથે અભિનેત્રીએ તૂટેલા હૃદયની ઇમોજી પણ ઉમેરી છે.