55 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ વિદ્યા બાલનની આગામી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર હૈ’ છે. આ ફિલ્મમાં તે પ્રતીક ગાંધીની સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ તેના શરૂઆતના દિવસોના સંઘર્ષ વિશે વાત કરી હતી.
એક્ટ્રેસે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે લગભગ એક ડઝન ફિલ્મોમાંથી તેને અનલકી કહીને રિજેક્ટ કરવામાં આવી હતી.
દરરોજ ફરીથી સંઘર્ષ કરતી હતી: વિદ્યા
એક્સપ્રેસો સાથે વાત કરતાં વિદ્યાએ કહ્યું, ‘હું ત્રણ વર્ષ સુધી આ તબક્કામાંથી પસાર થઈ છું. રિજેક્શનની તે ફીલિંગ ખૂબ જ મજબૂત હતી. દરરોજ રાત્રે હું વિચારતી હતી કે હું હવે સહન કરી શકીશ નહીં, જો કે, બીજા દિવસે ફરીથી સંઘર્ષ કરવાનું શરૂ કરી દેતી હતી.
કરિયરની શરૂઆતમાં વિદ્યાને મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ સામે ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી.
‘જ્યારે કેટલીક ફિલ્મો રિલીઝ ન થઈ શકી, ત્યારે લોકોએ તેમને કમનસીબ ગણાવી હતી’
વિદ્યાએ વધુમાં કહ્યું, ‘મને કેવા પ્રકારના રોલ જોઈતા હતા તે ભૂલી જાવ. મોહનલાલ સાથે એક ફિલ્મ ટળી બાદમાં ઘણી બધી ફિલ્મો ટળી રહી હતી.
તે પછી લોકો મને અનલકી કહેવા લાગ્યા જે હાર્ટબ્રેકિંગ હતું. આ કારણે મારી સાથે ફિલ્મો સાઈન કરનાર ઘણા નિર્માતાઓએ પણ મને રિપ્લેસ કરવાનું શરૂ કરી દીધું હતું.
પ્રોડ્યુસરે કહ્યું- ‘તે એક્ટ્રેસ જેવી દેખાતી નથી’
એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, જ્યારે તે એક તમિળ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના નિર્માતાએ તેને મળવાની પણ ના પાડી દીધી હતી.
થોડા દિવસો પછી ખબર પડી કે તેને ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવી છે.પ્રોડ્યુસરેએ કહ્યું કે તેણે વિદ્યાની કુંડળી વાંચી છે અને તે કમનસીબ છે.
આ પછી જ્યારે વિદ્યાના પેરેન્ટ્સ પ્રોડ્યુસરને મળ્યા તો તેમણે કહ્યું કે વિદ્યા એક્ટ્રેસ જેવી પણ દેખાતી નથી.
ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ વિદ્યાના કરિયરની ત્રીજી ફિલ્મ હતી. તે બ્લોકબસ્ટર હિટ હતી
‘લગે રહો મુન્નાભાઈ’ પછી નસીબ બદલાયું
ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ એ પણ જણાવ્યું કે, આ કમેન્ટ સાંભળ્યા બાદ 6 મહિના સુધી પોતાની જાતને અરીસામાં નથી જોઈ. જોકે, 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ પછી વિદ્યાનું નસીબ બદલાઈ ગયું. એક મોટી ફિલ્મ માટે તે જ નિર્માતા દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘દો ઔર દો પ્યાર’ સિવાય વિદ્યા ‘ભૂલ ભુલૈયા 3’માં પણ જોવા મળશે. આમાં તે ફરી એકવાર મંજુલિકાનું આઇકોનિક પાત્ર ભજવશે.