2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતે મુંબઈમાં નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત અંદાજે 60 કરોડ રૂપિયા છે. કપલનું આ એપાર્ટમેન્ટ વર્લીમાં ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. તે 5,395 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં ત્રણ પાર્કિંગની જગ્યા છે.
શાહિદ-મીરાએ આ બિલ્ડિંગની ટોચ પર એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
1.75 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે
રિપોર્ટ્સ અનુસાર શાહિદ અને મીરાએ 24 મેના રોજ પોતાના એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે દંપતીએ 1.75 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ કપલનું એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટી દ્વારા બનાવવામાં આવેલી બિલ્ડિંગના સૌથી ઊંચા માળે આવેલું છે.
કપલના આ નવા એપાર્ટમેન્ટની ઓન પેપર પ્રાઇસ 58.66 કરોડ રૂપિયા છે. આ સાથે બંનેએ 1.75 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.
2018માં પણ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું
અગાઉ 2018માં પણ શાહિદે આ જ બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. ત્યારે તે એપાર્ટમેન્ટની કિંમત 55.60 કરોડ રૂપિયા હતી. આ માટે તેણે રૂ.2.91 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.
શાહિદે 2018માં આ બિલ્ડિંગના 42મા માળે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. અભિનેતાની પત્ની મીરા અવારનવાર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના ફોટા શેર કરતી રહે છે.
અભિનેતા ‘દેવા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદની પાછલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ દિવસોમાં તે ‘દેવા’નું શૂટિંગ કરી રહ્યો છે. આમાં તેની વિરુદ્ધ અભિનેત્રી પૂજા હેગડે હશે. આ સિવાય શાહિદ પાસે વેબ સિરીઝ ‘ફર્ઝી’ની સીઝન 2 પણ છે, જે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે.