4 કલાક પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે ગુરુગ્રામમાં આયોજિત એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. બ્લેન્ડર્સ પ્રાઇડ x FDCI ફેશન ટૂર 2025માં રેમ્પ પર ચાલતી વખતે સોનમ કપૂર નાના બાળકની જેમ રડી પડી હતી. રેમ્પ પર રડતાં-રડતાં સોનમ કપૂરે વોક કર્યું હતું જેનો વીડિયો સો. મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રેમ્પ પર રડી પડી સોનમ કપૂર સોનમ કપૂરે આ ઈવેન્ટમાં વોક કરી સ્વર્ગસ્થ ફેશન ડિઝાઇનર રોહિત બલ ‘ગુડ્ડા’ને ટ્રિબ્યુટ આપ્યું હતું. એક્ટ્રેસે રોહિત બલને શ્રદ્ધાંજલિ આપી, જેનું ગયા વર્ષે નવેમ્બરમાં 63 વર્ષની વયે અવસાન થયું હતું. રેમ્પ પર ચાલતી વખતે, સોનમે હાથ જોડીને દર્શકોને ગ્રિટ કર્યું અને આ દરમિયાન તે ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહી હતી.
એક્ટ્રેસે ‘ગુડ્ડા’ના છેલ્લા શો વિશે વાત કરી રેમ્પ વોક વિશે વાત કરતાં, સોનમ કપૂરે ઇવેન્ટ પછી ANI ને કહ્યું, ગુડ્ડા (રોહિત બાલ) માટે અહીં આવીને મને ખૂબ આનંદ થયો. મને ઘણી વખત તેમના કપડાં પહેરવાનો લહાવો મળ્યો છે અને તેમણે ઘણી વખત મારા માટે કપડાં ડિઝાઇન પણ કર્યા છે. કદાચ તેમનો છેલ્લો શો કરવાનો અનુભવ ખૂબ જ સરસ છે. વારસાનું સેલિબ્રેશન, કારીગરીનું સેલિબ્રેશન, વિચાર એ છે કે દરેક સુંદર અને આનંદકારક વસ્તુનું સેલિબ્રેશન કરવામાં આવે. તે બસ આવો જ હતો. મને એકદમ તેમના જેવા ડિઝાઈન કરેલા કપડાં પહેરવાનું ગમે છે.
વીડિયો જોઈ લોકોએ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરી સોનમ કપૂરનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને કેટલાક લોકો એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. તેના ઈમોશન્સને એક્ટિંગ કહી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ’10 રૂપયે કાટ ઓવરએક્ટિંગ કે’. બીજા યુઝરે લખ્યું, ડાર્લિંગ, કાશ તું ખરેખર રડી હોત, તો તે વધુ નેચરલ લાગત. અન્ય યુઝરે કહ્યું, તે રડવાની પણ એક્ટિંગ નથી કરી શકતી, તેથી જ ફિલ્મ ખાસ ચાલી નથી શકતી. એક યુઝરે તો ડ્રામા ક્વીન જ કહી દીધું હતું. લોકો આવી કોમેન્ટ્સ કરીને એક્ટ્રેસને ટ્રોલ કરી હતી.

2018માં બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા 38 વર્ષીય સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી, યુગલ ઓગસ્ટ 2022 માં પુત્ર વાયુના માતાપિતા બન્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, થિયેટરોમાં રિલીઝ થયેલી સોનમની છેલ્લી ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ હતી. આ પછી, જુલાઈ 2023 માં, તેની ફિલ્મ ‘બ્લાઈન્ડ’ OTT પર રિલીઝ થઈ.