21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ દિવસોમાં તેની સાવકી દીકરી ઈશા વર્મા સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન ઈશાએ ફરી એકવાર રૂપાલી પર નિશાન સાધ્યું છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, પૈસા માત્ર થોડો સમય માટે સત્યને છુપાવી શકે છે. જોકે ઈશાએ કોઈનું નામ નથી લીધું, પરંતુ યુઝર્સનું માનવું છે કે આ પોસ્ટ માત્ર રૂપાલી માટે છે.
ઈશા વર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, પાત્ર એ છે જે તમે કરો છો. તમે જે કહો છો તે નહીં. પ્રસિદ્ધિ, પૈસા અને સત્તા અમુક સમય માટે જ સત્યને દબાવી શકે છે. પરંતુ આનાથી જે નુકસાન થાય છે તે ક્યારેય ભૂલી શકાતું નથી. તમારી ક્રિયાઓ તમારા પાત્રને રજૂ કરે છે, દેખાવ કે શબ્દો નહીં. સ્ટ્રોંગ રહો અને વિશ્વાસ રાખો કે કર્મ અને યુનિવર્સ તેનું કામ કરશે.
આ સિવાય ઈશાએ બીજી પોસ્ટ કરી હતી, જેમાં ઈશાએ કેપ્શનમાં લખ્યું, ‘હા, આ તાજેતરની કોમેન્ટનો જવાબ છે. જો હું આગળ વધી શકું – મારા પ્રથમ પ્રેમ, મારા પિતા સામે પણ – તો આપણે બધા પણ આગળ વધી શકીએ. જીવન એ વૃદ્ધિ, ગતિશીલતા અને ખરેખર મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે.
શું છે સમગ્ર મામલો? વર્ષ 2020માં ઈશા વર્મા દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે, શું કોઈને રૂપાલી ગાંગુલીની સાચી સ્ટોરી નથી જાણતું. તેના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતા, જ્યારે તે સમયે અશ્વિનના લગ્ન પણ થઈ ગયેલાં હતાં. અશ્વિન વર્માને તેમના અગાઉનાં લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો.
રૂપાલીએ 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો ઈશાએ રૂપાલી પર હેરેસમેન્ટનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તે તેના પિતાને ફોન કરે છે, ત્યારે રૂપાલી તેને મારી નાખવાની ધમકી આપે છે અને ખોટી દવાઓ આપે છે. તે જ સમયે, ઈશા દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોના જવાબમાં, રૂપાલી ગાંગુલીએ તેની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો હતો. રૂપાલીએ નોટિસમાં કહ્યું છે કે ઈશાના આરોપોને કારણે તેણે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડી છે. ઘણા પ્રોજેક્ટ તેના હાથમાંથી નીકળી ગયા છે.