1 કલાક પેહલા
- કૉપી લિંક
સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ‘યોદ્ધા’એ તેના પહેલા વીકએન્ડ પર 17.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 4.25 કરોડ રૂપિયા, શનિવારે 6.01 કરોડ રૂપિયા અને રવિવારે 7.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. રવિવારે આ ફિલ્મની કુલ ઓક્યુપન્સી 23.29% હતી.
‘થેન્ક ગોડ’એ પહેલા વીકેન્ડ પર 28.78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
આ પહેલાં સિનેમાઘરોમાં સિદ્ધાર્થની છેલ્લી ફિલ્મ ‘થેંક ગોડ’ રિલીઝ થઈ હતી. 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મનું પહેલા વીકએન્ડમાં રૂ. 28.78 કરોડનું કલેક્શન કર્યું હતું અને ગ્લોબલ કલેક્શન રૂ. 34.89 કરોડ હતું. આ પછી વર્ષ 2023માં સિદ્ધાર્થની ‘મિશન મજનૂ’ ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ હતી.
‘બસ્તર’એ રવિવારે 86 લાખ રૂપિયાની કમાણી કરી હતી
બીજી તરફ, ‘યોદ્ધા’ સાથે રિલીઝ થયેલી અદા શર્મા સ્ટારર ‘બસ્તર’ એ પહેલા ત્રણ દિવસમાં 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે શુક્રવારે 40 લાખ રૂપિયા, શનિવારે 75 લાખ રૂપિયા અને રવિવારે 86 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે પહેલા વીકેન્ડ પર 2.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રવિવારે તેની એકંદર ઓક્યુપન્સી 14.38% હતી.
પહેલા વિકેન્ડમાં 54 કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ ‘શૈતાન’એ બીજા વિકેન્ડમાં પણ સારી કમાણી કરી હતી
બીજા વિકેન્ડ ‘શૈતાન’એ 23 કરોડની કમાણી કરી હતી
‘શૈતાન’ એ તેના બીજા વિકેન્ડમાં 23.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે શુક્રવારે રૂ. 5.05 કરોડ, શનિવારે રૂ. 8.50 કરોડ અને રવિવારે રૂ. 9.75 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે હવે કુલ સ્થાનિક કલેક્શન 103.32 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા ફિલ્મે પહેલા વીકેન્ડ પર 54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘શૈતાન’ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો શુક્રવાર સુધી ફિલ્મે દુનિયાભરમાં 125 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં માધવન, અજય દેવગન અને જ્યોતિકા લીડ રોલમાં જોવા મળશે.