20 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. 48 વર્ષીય એક્ટરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
ડેનિયલ બાલાજી (જમણે) સાઉથના સુપરસ્ટાર થલાપથી વિજય સાથે
ડેનિયલે જાન્યુઆરીમાં ફિલ્મ ‘#BP180’ના સેટ પરથી આ પોસ્ટ શેર કરી હતી. તે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો
અંતિમ સંસ્કાર પુરસાઈવલકમાં કરવામાં આવ્યા
ડેનિયલના અંતિમ સંસ્કાર શનિવારે તેમના પુરસાઈવલકમ નિવાસ સ્થાને કરવામાં આવ્યા હતા. વિજય સેતુપતિ સહિત તમિળ ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા કલાકારો એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ ડેનિયલના ઘરે અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા
કમલ હાસન સાથે કરિયરની શરૂઆત કરી હતી
બાલાજીએ કમલ હાસનની ફિલ્મ ‘મરુધનાયગમ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. આ ફિલ્મ સિવાય બાલાજી ‘વેટ્ટાઈયાડુ વિલાઈયાડુ’, ‘પોલ્લધવમ’ અને ‘વડા ચેન્નઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
ડેનિયલ (જમણેથી પ્રથમ) ધનુષ સાથે ફિલ્મ ‘પોલ્લધવમ’ના સેટ પર
ફિલ્મ ‘ચિરુથા’ના એક દ્રશ્યમાં રામચરણ સાથે ડેનિયલ
આ પછી તેમને ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું હતું. ‘ચીઠ્ઠી’થી તેઓ ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. તેની 27 વર્ષની કરિયરમાં ડેનિયલએ દક્ષિણ સિનેમાના ઘણા મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી જેમાં કમલ હાસન, થલાપતિ વિજય, સૂર્યા અને ધનુષનો સમાવેશ થાય છે.