19 મિનિટ પેહલા
- કૉપી લિંક
KGF ફેમ યશ સ્ટારર ફિલ્મ ‘ટોક્સિક’ હાલ ચર્ચામાંછે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે.
કરિના કપૂર અને કિઆરાના નામની ચર્ચા થતી હતી
ફિલ્મ ‘ટોક્સિક’માં યશની સામે અભિનેત્રી કોણ હશે તે સવાલ પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં કરીના કપૂરનું નામ લેવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ શ્રુતિ હાસન, સાઈ પલ્લવી અને કિયારા અડવાણીનું નામ લેવામાં આવી રહ્યું છે. જોકે હવે આ સમાચાર પર મેકર્સે મૌન તોડ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ 23 માર્ચે સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે – ‘ટોક્સિક’ના કાસ્ટિંગને લગતી ઘણી ખોટી થિયરી અને સમાચાર દરેક જગ્યાએ ફેલાયેલા છે. અમે ખરેખર ‘ટોક્સિક’ પ્રોજેક્ટ માટે લોકોના ઉત્સાહની પ્રશંસા કરીએ છીએ. પરંતુ અમે હાલ આ પોઇન્ટ પર વાત કરવા નથી માગતા.
પોસ્ટમાં વધુમાં લખ્યું છે – ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે આ વાર્તા લાવવાની તૈયારી કરી રહ્યા હોવાથી, અમે દરેકને ઓફિશિયલ જાહેરાત થાય ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરીએ છીએ.
‘KGF 2’નું જબરદસ્ત કલેક્શન હતું
યશ આ પહેલા ‘KGF 2’માં જોવા મળ્યો હતો. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. યશે દોઢ-બે વર્ષ પછી તેની નવી ફિલ્મ ‘ટોક્સિક’ની જાહેરાત કરી છે.
શું હશે ‘ટોક્સિક’ની વાર્તા?
ફિલ્મ ‘ટોક્સિક’ ગોવાના બેકગ્રાઉન્ડ પર આધારિત હશે. KGFની જેમ આ પણ પિરિયડ ક્રાઈમ ડ્રામા હશે. 60ના દાયકામાં ગોવામાં રશિયન અને ડ્રગ્સ માફિયાઓની ઘૂસણખોરી હતી. ફિલ્મની વાર્તા યશનું પાત્ર કેવી રીતે રશિયન આધિપત્યને પડકારે છે તેની આસપાસ ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં યશની સાથે સાઈ પલ્લવી પણ જોવા મળશે.
આ પહેલીવાર નથી કે, જ્યારે શાહરુખ ખાનને પાન ઈન્ડિયા ફિલ્મમાં કેમિયો રોલ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હોય. ગત વર્ષે દિગ્દર્શક લોકેશ કનાગરાજે પણ રજનીકાંત સાથેની તેમની આગામી ફિલ્મ માટે એસઆરકેનો સંપર્ક કર્યો હતો. જોકે આ વાતચીત સફળ થઈ શકી નથી.
ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હશે
KGF સિરીઝની જેમ આ ફિલ્મ પણ એક્શન થ્રિલર હશે. સૂત્રોએ જણાવ્યું- યશ પોતે પણ આ ફિલ્મમાં નિર્માતા હશે. તે 100 કરોડથી વધુના બજેટમાં પણ લગાવવામાં આવી રહ્યું છે. યશને ફિલ્મનો પ્લોટ એટલો ગમ્યો છે કે તે હાલમાં અન્ય પ્રોજેક્ટ્સને બાજુ પર રાખીને તેનું સંપૂર્ણ ધ્યાન તેના પર કેન્દ્રિત કરી રહ્યો છે. ડ્રગ્સ અને રશિયન માફિયાઓ સાથે જે પણ હિપ્પી સંસ્કૃતિ હતી – તે બધું જ ફિલ્મમાં બતાવવામાં આવશે.