સમાજમા કેસ કરી,મહિલા સાથે છુટાછેડાની માંગ કરી…

0
17

– સમાજમા કેસ કરી,મહિલા સાથે છુટાછેડાની માંગ કરી,પતિએ ત્રીજા લગ્નનો નિર્ણય લીધો.

– નણદ ચઢામણી કરી મહિલાને પિયરકાઢી મુક્વાનુ કહેતી.

– મહિલાએ પતિ સહિત સાસરીના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.

તા. ૨૭/૦૮/૨૧

મહિલાની અગાઉ થયેલા લગ્નની દિકરી મારે અહિ ના જોઇ જો,રહેશે તો,તને છુટાછેડા આપી દઈશ કહી મહિલા સાથે મારઝુડ કરી છુટાછેડા ની પતિ અને સાસરીવાડા માંગણી કરી,પતિ ના ત્રીજા લગ્ન કરવા માંગતા હતા.અને સાસરીવાડા મહિલાને શારીરિક,માનસિક ત્રાસ આપી છુટાછેડાની માંગણી કરતા હતા.આ અંગે મહિલાએ પુર્વ મહિલા પોલીસમા પતિ સહિત સાસરીયાના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.
શહેર ના દરિયાપુર વિસ્તારમા રહેતા રુક્શાનાબહેન (નામ બદલેલ છે.)ઉ.વ.૪૩ પોતાના પિયરમા રહે છે.જોકે રુકશાનાબહેન ના લગ્ન અગાઉ તુટેલા હોવાથી તેમની સાથે દિકરી ઉ.વ.૧૭ ની સાથે રહે છે.અને રુકશાનાબહેના નવેમ્બર ૨૦૧૪ ના રોજ લગ્ન રાણપુર તાલુકા ખાતે રહેતા મોહિન (નામ બદલ્યુ છે.) સાથે બન્ને ના બીજી વખત લગ્ન સમાજના રિતીરિવાજ મુજબ થયા હતા.બાદ રુક્શાનાબહેન તેમના સાસરીયામા તેમની દિકરી અને મોહિન ના બે બાળકો સાથે રહેતા તેવુ કોઇ લખાણ લિધુ ન હતુ.
દરમિયાન રુકશાનાબહેને સાસરીમા સારી રીતે રાખતા હતા.પરંતુ અચાનક દોઢ વર્ષ પહેલા મોહિન રુક્શાનાબહેની દિકરીને લઈને તકરાર કરતો અને જો તુ તારી દિકરીને આ ઘરમા રાખીશ તો,હુ તને નહિ રાખુ અને તારી દિકરી ને પિયરમા મુક્યાય નકર હુ તને છુટાછેડા આપિ દઈશ કહી દિકરી વિશે મેણા-ટોણા મારતો હતો.બાદ ઈદ પર નણદ ઘરે આવી મોહિન ને કહે કે,તુ આને ઘરે મુક્યાય તારા બાળકોને સારી રીતે રાખતી નથી અને જમવાનુ નઈ બનાવતા આવડ્તુ કહિ મોહિંને ચઢામણી કરતી હતી.
ગત મે મહીનામા રુકશાનાબહેની માતાની તબીયાત ખરાબ થતા દરીયાપુર ખાતે આવ્યા હતા.બાદ બે-ત્રણ દિવસ પછિ તેમના સસારાએ સમાધાન કરી તેડી જવાની વાત કરી હતી.બીજી બાજુ આ વાત મોહીને કરતા જણાવ્યુ કે, ઘરના વડીલો જે નિણ્રય લે એ બરાબર કહિ ફોન કાપી દિધો હતો.જોકે સાસરીવાડા એ રુકશાનાબહેના સમાજમા કેસ કર્યો કે,મોહિનના ત્રીજા લગ્નની માંગણી કરી,છુટાછેડા આપવાનુ કહેતા રુકશાનાબહેન ના પરીવારે દિકરી નો ઘર સંસાર ન બગડે માટે ઘણૂ સમજાવ્યુ હતુ.
જોકે સાસરીવાડા એ રાખવાની ના પાડી ઘરમાથી કઢી મુક્યા હતા.અને રુકશાનાબહેને રાખવાની ના પાડી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.આ અંગે રુકશાનાબહેને પોલીસમા અરજી કરતા પોલીસે સાસરીવાડા ને બોલાવી સમજાવ્યા હતા.પરંતુ રુકશાનાબહેને રાખવાની ના પાડતા પતિ સહિત સાસરીયાના વિરુધ્મા પુર્વ મહીલા પોલીસમા ફરીયાદ નોધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here