ભાજપમાં મૂળ સુરતીને બદલે સૌરાષ્ટ્રવાસીને ઉમેદવાર બનાવાય તેવી અટકળોને પગલે મૂળસુરતીઓ ગિન્નાયા

0
135

ભાજપમાં સૌરાષ્ટ્રવાસીને સુરત લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરાય તેવી અટકળો તેજ બનતા મૂળ સુરતવાસીઓ ધૂંઆપૂંઆ


સુરતીઓનો માત્ર ઉપયોગ જ થઈ રહ્યો હોય તેવી લાગણી સાથે ભાજપ તરફી રહેનારા સુરતીઓએ હવે વિચારવા માટેનો સમય આવી ગયો હોવાનો બેનર્સમાં અનુરોધ કરાયો

સુરત,

સુરત બેઠક ઉપર ભાજપમાં મૂળ સુરતીને બદલે સૌરાષ્ટ્રવાસીને ઉમેદવાર બનાવાય તેવી અટકળોને પગલે મૂળસુરતીઓ ગિન્નાયા છે. સોમવારે મોડી રાત્રે ચોકબજારમાં મૂળ સુરતીઓને ચેતવણી આપતા બેનર્સ લાગ્યા હતાં. ચોકબજારમાં ગાંધીજીની પ્રતિમા પાસે આવા બેનર્સ લાગતા મૂળ સુરતીઓના મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

બેનર્સમાં શું લખાયુ છે?

– રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મૂળ સુરતીઓને અન્યાય

– પ્રદેશ ભાજપની ટીમમાં મૂળ સુરતીઓને અન્યાય

– લોકસભામાં કેન્દ્રના મંત્રીમંડળમાં પણ મૂળ સુરતીઓને અન્યાય

– સુરત પાલિકાના પદાધિકારીઓમાં મૂળ સુરતીઓને અન્યાય

– શિક્ષણ સમિતિમાં મૂળ સુરતીઓને અન્યાય

– લોકસભામાં પણ મૂળ સુરતીઓ સાથે અન્યાય જ થશે?

– વર્ષોથી ભાજપ તરફી રહેનારા સુરતીઓએ હવે વિચારવાનો અને ચિંતન કરવાનો સમય આવી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here