ગેસના બાટલો મોટાભાઈના માથા અને છાતીના ભાગે મારતા મૃત્યુ

0
31

માતાએ નાના દીકરાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી

તા.૧૬/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

મણિનગર માં માતાએજ નાના દિકરા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ઉલ્લેખ કર્યો કે,બંને ભાઈ ની તકરાર થતા મોટા ભાઈએ ગેસનો બાટલો લઇ નાના ભાઈને મારવા જતી વખતે નાનાભાઈએ છીનવી મોટાભાઈ ના માથામાં અને છાતીના ભાગે મારતા મોત નિપજ્યું હતું.

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા સરદારની ચાલીમાં રહેતા ચંદ્રિકાબેન ઉ. વ ૫૦ પોતાના પરિવાર સાથે રહે છે જોકે છેલ્લા ચારેક દિવસ થી બંને ભાઈ સુભાષ અને નિલેશ વચ્ચે નાના મોટી તકરાર થતી હતી.ગત કાલે ચંદ્રિકા બેન ને નોકરી પર રાજા હોવાથી બહાર જઈને આવ્યા હતા. ત્યારે બંને ભાઈ સુભાષ અને નિલેશ વચ્ચે ઝગડો ચાલુ થઈ જતાં ચંદ્રિકાબેન ઘરની બહાર ઊભા રહી જોતાં હતાં.દરમિયાન સુભાષે ગેસનો બાટલો ઉચો કરી નિલેશ ને મારવા જતો હતો.એટલામાં નિલેશે ગેસનો બાટલો સુભાષ પાસે થી છીનવી સુભાષને માથામાં મારી છાતીના ભાગે માર્યો હતો.જેથી સુભાષ લોહી લુહાણ થતા નીલેશે ૧૦૮ માં જાણ કરી હતી.બાદ ૧૦૮ ના કર્મીએ આવી ચેક કરતા મોત જાહેર કર્યું હતું. આ અંગે ચંદ્રિકાબેને દિકરા નિલેશ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here