ગુડનાઇટ ગોલ્ડ ફલેશનુ અને ગ્લેક્ષો લીમીટેડ ENO નુ ડૂપ્લીકેટ મેન્યુફેકચરીંગ ની રીજ્યોલ મેનેજરને બાતમી….

0
16


-મેનેજરે પોલીસ સાથે ગોડાઉનમા દરોડો પાડી રુ,૮.૫૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો.

– ગોડાઉનના માલીકના વિરુધ્મા મેનેજરે પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૬/૦૮/૨૧

ક્રાઇમ રીપોટ, અમદાવાદ

મણિનગર મા રહેતા રીજ્યોલ મેનેજરને બાતમી મડી કે,જેતલપુર પાસેના એક ગોડાઉનમા ગેરકાયદે ગુડનાઇટ ગોલ્ડ ફલેશનુ અને ગ્લેક્ષો લીમીટેડ ENO નુ ડૂપ્લીકેટ મેન્યુફેકચરીંગ થાય છે.બાદ મેનેજર ગોડાઉનમા પોલીસ સાથે દરોડો પાડી રુ,૮.૫૫ લાખના મુદામાલ જ્પ્ત કરી ગોડાઉન માલીક ના વિરુધ્મા મેનેજરે પોલીસ ફરીયાદ નોધાવી.
શહેરના મણિનગર મા રહેતા વિશાલ જાડેજા પોતાના પરીવાર સાથે રહે છે.અને ગ્રીફીન ઈન્ટેકચુઅલ પ્રોપટી સર્વીસીસ કમ્પનીમા રીજ્યોલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.ગત કાલે વિશાલભાઇ ને બાતમી મડી કે, કેટલાક લોકો નારોલ જેતલપુર ગામ પાસે આવેલી એક ગોડાઉન મા ગુડનાઇટ ગોલ્ડ ફલેશનુ અને ગ્લેક્ષો લીમીટેડ (જી.એસ.કે) નામની પ્રોડકટ નો ENO નુ ડૂપ્લીકેટ મેન્યુફેકચરીંગ થાય છે.બાદ વિશાલ ભાઇ અને નેત્રિકા કમ્પનીના ક્લાઈંટ સીનીયર અધિકારી ચિરાગ્ભાઇ તથા કમ્પનીના સ્ટાફના માણસો બાતમી વાડી જગ્યા પર નારોલ પોલીસના સાથે દરોડો પાડવા માટે ગયા હતા.
દરમિયાન ગોડાઉન પર જઈને જોતા ગુડ નાઇટ ગોલ્ડ ફલેશ અને ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કમ્પનીનો માલ જેમા રીફિલ બોટલ,લેબલ,પેકિંગ રેપર,સ્ટિકર સીટ,કાગળ,હિટિંગ મશીન,પેકિંગ મશીન વગેરે વસ્તુ જોવા મડી હતી.જેમા ENO નુ ડુપ્લીકેટ પેકિંગ થતુ હતુ.જોકે રેડ મા કુલ રુ.૮.૫૫ લાખ ના મત્તાનો મુદામાલ જપ્ત કર્યો છે.આ અંગે વિશાલભાઇ એ ગોડાઉનના માલીક પરવેઝ મોહમદ નીલગર ના વિરુધ્મા નારોલ પોલીસ મા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here