2.70 કરોડ રૂપિયાની કિંમતની રેન્જ રોવર કાર ખરીદનારે ફોર વ્હીલરની RZ સિરીઝમાં 1 નંબર માટે સૌથી ઊંચી 11.95 લાખની બોલી લગાવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો મનપસંદ કારના પસંદગીના 1 નંબર માટે કારમાલિકે અધધ 11.95 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ સાથે જ 1111 નંબર માટે
.
11.95 લાખ રૂપિયા એક નંબર માટે ચૂકવનાર સુરતના ઉદ્યોગપતિ પરેશ ખંડેલવાલ હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગપતિ દ્વારા આ કાર યશ્વી કંપનીના નામે ખરીદવામાં આવી છે. કારમાં એક નંબર માટે સૌથી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. આકાર નવરાત્રિ દરમિયાન ખરીદવામાં આવી હતી અને તેની કારનો નંબર પણ આવી ગયો છે.
ટુ-વ્હીલર અને કારની નવી સિરીઝ વાહનમાલિકો સંતાનોની જન્મ તારીખ, લક્કી નંબર, અગાઉના વ્હીકલનો નંબર લેવાનું પસંદ કરી છે. આ ઉપરાંત 1, 111, 1111, 999, 9999 સહિતના નંબર પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. ત્યારે નવરાત્રિમાં સુરતમાં અંદાજિત 9000 ટુ-વ્હીલર અને 2000 જેટલી કારનું વેચાણ થયું હતું. સુરતમાં નવરાત્રિના તહેવાર સમયે નવી કારની ડિલિવરી લેવાનો ટ્રેન્ડ હોવાથી દર નવરાત્રિએ ટુ-વ્હીલર અને કારની નવી સિરીઝ ખોલવામાં આવી હતી.
વાહનમાલિકો માટે નંબરની ઓનલાઈન હરાજી આરટીઓએ કાર માટે નવી RZ સિરીઝ જાહેર કરી હતી. આ સિરીઝમાં નંબર લેવા માટે ઘણા વાહનમાલિકો ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન 2.70 કરોડ રૂપિયાની રેન્જ રોવર કારના 1 નંબર માટે અધધધ 11.95 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે 1111 નંબર માટે વાહનમાલિકે 2.22 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ત્રીજા ક્રમે 3535 માટે 98000, ચોથા ક્રમે 4000 માટે 71000 અને પાંચમા ક્રમે 0023 માટે 62000 રૂપિયા ચૂકવ્યા હતા.
ઇ-ઓક્શનમાં 446 લોકોએ ભાગ લીધો સુરત એઆરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે, સુરત આરટીઓ દ્વારા નવરાત્રિ દરમિયાન નંબરોના ઇ-ઓક્શન રાખવામાં આવ્યો હતો, જેમાં 446 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જે પૈકી 419 જેટલા લોકોને બોલે સફળ રહી હતી. દિવાળી દરમિયાન પણ આ જ પ્રકારે ઇ-ઓક્શન હાથ ધરવામાં આવશે. જેમાં અરજદારો પોતાનો પસંદગીનો નંબર મેળવી શકે છે.