વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં રૂપિયા 45 કરોડના વિકાસના 17 કામો રજૂ થયા છે. જેમાં અટલાદરા તળાવમાંથી પાણીની લાઈન શિફ્ટ કરવાના કામ સહિત બાંકડા ખરીદી તેમજ રસ્તા ડ્રેનેજ વરસાદી ગટરના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામો મંજૂર કરવા કે ન કરવા તેનો નિ
.
કામ પાછળ રૂપિયા 13.51 કરોડનો ખર્ચ થશે વડોદરા શહેરમાં દર વર્ષે નીકળતી શિવજી કી સવારીનો ખર્ચ રૂપિયા એક કરોડ બાંકડા ખરીદીનો કોન્ટ્રાક્ટ લકી સિમેન્ટ આર્ટીકલને રૂપિયા 2.45 કરોડ, પશ્ચિમ ઝોનમાં માનવ દિન સપ્લાય કરવાનું કામ વાઈટલ ફેસીલીટી કંપનીને આપવા પાછળ રૂપિયા 1.90 કરોડ, અટલાદરા તળાવમાંથી પાણીની લાઈન શિફ્ટ કરવાનું કામ જે એનપી કોન્ટ્રાક્ટરને આપવા પાછળ રૂપિયા 13.51 કરોડનો ખર્ચ થશે.
ઈલેક્ટ્રિકલ સમારકામ માટે રૂ. 65 લાખનો ખર્ચ કરાશે આ ઉપરાંત પશ્ચિમ ઝોનના વિસ્તારમાં સિવિલ કામો કરવા માટે વધુ રૂપિયા 3 કરોડ ફાળવવાની મંજૂરી ઉપરાંત સમા-સાવલી કેનાલ પર પાણીની લાઈન પર વાલ્વ બેસાડવા આકાર કન્સ્ટ્રક્શનને રૂપિયા 1.20 કરોડ, રસ્તા શાખા માટે સૂકેત પથ્થર શ્રીનાથજી કોર્પોરેશન પાસેથી ખરીદવાના કામ પાછળ રૂપિયા 1.84 કરોડ, રોડ પ્રોજેક્ટ ઉત્તર ઝોનના કામ માટે ટીબી પટેલ કંપનીને રૂપિયા 8 કરોડનો વાર્ષિક ઈજારો તેમજ ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોકની કામગીરી માટે રૂપિયા 10 કરોડ તદુપરાંત વિશ્વામિત્રી બ્રિજ નીચે વરસાદી ચેનલ બનાવવા પાછળ રૂપિયા 23 લાખ, સંખેડા દશા લાડ પાસે બુસ્ટરની મશીનરી બદલવા પાછળ રૂપિયા 29 લાખ અને પાણી પુરવઠા વિભાગ માટે ઈલેક્ટ્રિકલ સમારકામ માટે રૂપિયા 65 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે.