ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે 22 નવેમ્બરે ગુજરાત યુનિવર્સિટીમાં એકાઉન્ટ્સની પરીક્ષા હતી. આ પરીક્ષામાં 18 માર્કસના પ્રશ્નો સિલેબસ બહારના પૂછ્યા હતા. આ અંગે ABVP દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP એ
.
પાંચમા રાઉન્ડ માટે બેઠકની ફાળવણી કરવામાં આવી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે બીએસસી નર્સિંગ,ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ,ઓડિયોલોજી,ઓર્થોટિક્સ સહિત પેરામેડિકલમાં પાંચમા રાઉન્ડ માટે બેઠકની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધી ચાર રાઉન્ડમાં 896 કોલેજમાં 42,489 બેઠકોમાંથી 13,363 બેઠકો ભરાઇ હતી. જેમાં 29,126 બેઠકો ખાલી પડી છે. 25થી 27 નવેમ્બર દરમિયાન ઓનલાઇન ફી ચૂકવવાની રહેશે. 27 નવેમ્બર સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફોર્મ કરાવવાનો રહેશે.
29 નવેમ્બર સુધીમાં અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે વર્ષ 2024-25 માટે ગુજરાતમાં સરકારી અને ખાનગી અભ્યાસક્રમ ધરાવતી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે ચોથા રાઉન્ડના એલોટમેન્ટ અને રિપોર્ટિંગ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 25થી 28 નવેમ્બર દરમિયાન ઓનલાઇન તેમજ નિયત કરેલી બેન્કમાં ફી ચૂકવવાની રહેશે. 29 નવેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે.