અમદાવાદ શહેરના કુખ્યાત મોન્ટુ નામદારના ઘરે હથિયાર હોવાની માહિતી મળતા SOGની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે તેના ઘરમાંથી રૂપિયા 1.80 કરોડ રોકડા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે રોકડ રૂપિયા સાથે મોન્ટુ નામદારના ભાઈની અટક કરીને આ પૈસા ક્યાંથી આ
.
પોલીસને બે એરગન મળી આવી SOGના ડીસીપી જયરાજસિંહ વાળાની ટીમને બાતમી મળી હતી કે, હત્યા, ખંડણી અને મારામારીના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલો અને હાલમાં જેલમાં સજા કાપી રહેલા મોન્ટુ નામદારના ખાડિયા હજીરાની પોળમાં આવેલા મકાનમાં મોટા પ્રમાણમાં હથિયાર મુકવામાં આવ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા મોન્ટુ નામદારના ઘરમાંથી 1.80 કરોડ રોકડ મળી હતી. આ ઉપરાંત, બે એરગન મળી આવી હતી.
આ અંગે પોલીસે વધુ તપાસ કરી આ અંગે પોલીસે મોન્ટુ નામદારના ભાઇ ડેની ઉર્ફે ફોન્ટીસ ગાંધી (નામદાર)ની અટકાયત કરી હતી. જેમાં તેણે નિવેદન આપ્યું હતું કે, મોન્ટુએ આ રકમ ઘરમાં મુકી હતી અને એરગન પણ તેની જ માલિકીની છે. આ અંગે પોલીસે વધુ તપાસ કરી છે.
મોન્ટુની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે SOGના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મોન્ટુ નામદાર હત્યાના કેસમાં જેલમાં છે. 1.80 કરોડની રોકડ અને એરગન મળવાના કેસમાં SOG દ્વારા તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આ રકમ તેણે ખંડણી તેમજ અન્ય રીતે એકઠી કરી હોવાની શક્યતા છે.