Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: ફાર્મા કંપનીમાંથી પેરાસીટામોલનો પાવડર મંગાવી 2 કરોડની છેતરપિંડી આચરી – Ahmedabad News

Divya Sardar by Divya Sardar
October 27, 2024
in Gujarat
247 5
0
અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:  ફાર્મા કંપનીમાંથી પેરાસીટામોલનો પાવડર મંગાવી 2 કરોડની છેતરપિંડી આચરી – Ahmedabad News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



સુરતના અડાજણમાં ફાર્મા મટિરીયલ સપ્લાયર્સની કંપની ધરાવતા બે વેપારીઓ દ્વારા અમદાવાદની એક કંપનીમાંથી રૃપિયા બે કરોડની કિંમતનો પેરાસીટામોલનો પાવડર મંગાવીને નાણાં નહી ચૂકવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં

Related posts

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા,  પરિવાર શેર કર્યો કડવો અનુભવ,  આખી રાત કોઈ મદદ ના મળી

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી

May 18, 2025
22 વર્ષ જૂના કેસનો હત્યારો ઝડપાયો:  ભચાઉમાં વોચમાં રહેલા બે પોલીસકર્મીની હત્યા કરનાર બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો – Kutch (Bhuj) News

22 વર્ષ જૂના કેસનો હત્યારો ઝડપાયો: ભચાઉમાં વોચમાં રહેલા બે પોલીસકર્મીની હત્યા કરનાર બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો – Kutch (Bhuj) News

May 18, 2025

.

40 ટન પેરાસીટામોલ પાવડરનો જથ્થો મંગાવ્યો હતો શીલજ કલ્હાર બંગ્લોઝમાં રહેતા નિતીનભાઇ શાહે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, તેમની કંપની દ્વારા પેરાસીટામોલ પાવડરનું ઉત્પાદન કરીને અલગ-અલગ કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે. દોઢ વર્ષ પહેલા તેમનો પરિચય વિકાસ શર્મા અને બબલુ પાઠક નામના વ્યક્તિ સાથે થયો હતો. જે સુરતના અડાજણમાં મધુવન સર્કલ પાસે આવેલા વિવાન્તા આઇકોનમાં પ્રીઝમ અલાયન્સ નામની કંપની ધરાવતા હતા. તેમને મોટા પ્રમાણમાં પેરાસીટામોલ પાવડરની જરૃર હોવાનું કહી નિતીનભાઇને વિશ્વાસમાં લઇને અલગ-અલગ સમયે રૃપિયા બે કરોડની કિંમતનો 40 ટન જેટલા પેરાસીટામોલ પાવડરનો જથ્થો મગાવ્યો હતો.

90 દિવસમાં પૈસા ન ચૂકવતા ફરિયાદ નોંધાવી આ દવાના જથ્થાના પૈસા 90 દિવસમાં ચૂકવવાના હતા, જેની સામે તેમણે ચેક આપ્યા હતા. જોકે, આ ચેક રિટર્ન થયા હતા. ત્યારબાદ પણ અલગ-અલગ બહાના બતાવવામાં આવતા હોવાથી આ અંગે વિકાસ શર્મા અને બબલુ પાઠક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ તેમજ દેશના અન્ય શહેરોમાં પણ કરોડો રૃપિયાનો મુદ્દામાલ મંગાવીને છેતરપિંડી આચરી હતી.

ઇન્વેસ્ટર વિઝાના નામે 95 લાખ છેતર્યા શહેરના ઇસ્કોન આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજ પટેલ નામના વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટર વિઝાના નામે પરિવાર સાથે સેટ કરવાનું કહીને જોધપુર પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતા પિતા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રએ રૃપિયા 95 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી છે.

જમીન ખરીદી માટે 95 લાખ માંગ્યા હતા ઇસ્કોન આંબલી રોડ પર આવેલા સંતુર બંગ્લોઝમાં રહેતા પંકજભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને ચિમનભાઇ પટેલ અને તેમના પુત્ર ભાવિન પટેલ તેમજ ચિમનભાઇના ઓસ્ટ્ેલિયામાં રહેતા મનીષ નામના પુત્ર સાથે પારિવારીક પરિચીત હતો. મનીષ જ્યારે ભારત આવતો ત્યારે પંકજભાઇને કહેતો હતો કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવુ સારૃ છે. જો ઇન્સ્વેસ્ટર વિઝાથી આવો તો પરિવારનો પણ સેટલ કરી શકાશે. જેથી તેમણે મનીષ પર વિશ્વાસ કર્યો હતો. જેથી ઓગસ્ટ 2021માં મનીષે જમીનના દસ્તાવેજ અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા અને જમીન ખરીદી માટે 95 લાખ માંગ્યા હતા. જેમાંથી અડધા નાણાં મનીષે તેના પિતા ચીમનભાઇના એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યું હતું.

પૈસા પરત ન મળતા ફરિયાદ નોંધાવી પકંજભાઇને શંકા જતા મનીષે કહ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક નથી માટે અડધા નાણાં તેના પિતાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર લેશે. જેથી પકંજભાઇએ 95 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જેના બે મહિના બાદ મનીષે ઇ-મેઇલ દ્વારા જમીન ખરીદી અંગેના ધવલ શાહ સાથે થયેલી ડીલના અલગ અલગ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. પરંતુ, તેમાં સહી કે સ્ટેમ્પ નહોતા. જેથી મનીષે ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના પ્રાયવેસીના એક્ટના કાયદાને કારણે તે ઓરીજીનલ ડોક્યુમેન્ટ કુરીયર કરી શકશે નહી. જેથી આ બાબતે શંકા ઉપજતા તપાસ કરાવતા તમામ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહી 95 લાખની રકમ પૈકી નાંણા ચિમનભાઇએ તેમના અન્ય પુત્ર ભાવનના બેંક એકાઉન્ટમાં ટન્સફર કરી હતી.આમ, છેતરપિંડી થતા પંકજભાઇએ નાણાં પરત માંગ્યા હતા. જે પરત ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.



Source link

Tags: 2 crore fraud by ordering paracetamol powder from a pharma company

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!:  પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો

May 18, 2025
વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા,  પરિવાર શેર કર્યો કડવો અનુભવ,  આખી રાત કોઈ મદદ ના મળી

વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી

May 18, 2025
દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ:  બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • બાબિલ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંટાળી ગયો!: પોસ્ટ કરી કહ્યું- ‘થોડા સમય માટે વિરામ લઉં છું;’ રાજેશ સાઇની ફિલ્મ પણ છોડી દીધી; રડતો વીડિયો વાયરલ થયો હતો
  • વડોદરા એક્સપ્રેસ વે પર ‘હેલ્પલાઈન ‘ નંબર હેલ્પલેસ સાબિત થયા, પરિવાર શેર કર્યો કડવો અનુભવ, આખી રાત કોઈ મદદ ના મળી
  • દેશના 16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: બિહારના ગયામાં દિવાલ ધરાશાયી થતાં 2ના મોત, દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; વૃક્ષો ધરાશાયી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?