પાટકાના 200 વર્ષથી મીઠાશ અકબંધ રાખનાર પ્રખ્યાત દેવડાંની તહેવારોમાં ધૂમ માંગ હોવાથી એડવાન્સ ઓર્ડર બુક થયા હતા. આ વર્ષે દેવડાંઓમાં 20 રૂપિયાનો ભાવ વધારો હોવા છતાં વેચાણ ઉપર તેની કોઈ અસર દેખાતી નથી ત્યારે શહેરમાંથી 10 હજાર કિલો દેવડાં વેચવાનો વેપારીઓ દ્
.
પ્રાચીન પાટણમાં જોવા માટે વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, પહેરવા માટે જગતભરમાં પ્રખ્યાત પટોળા સાથે ખાવામાં 200 વર્ષથી પ્રખ્યાત પાટણના દેવડાંની મીઠાશ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશ સુધી પ્રસરેલ છે. ત્યારે દિવાળીના તહેવારોમાં દેવડાંની મીઠાઈની ખૂબ જ માંગ રહે છે. આ વર્ષે પણ દિવાળીમાં પાટણના દેવડાં ખાવા માટે ચાહકોએ એડવાન્સમાં રાજ્યભરમાંથી બુકિંગ કરાવ્યા હતા.
તેમજ પાટણમાં રહેતા લોકો દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત દેશ- વિદેશમાં વસતા પોતાના સ્નેહીઓને દિવાળીની ભેટ સ્વરૂપે આપવા માટે દેવડા મોકલી રહ્યા છે. કાળી ચૌદસ સુધીમાં શહેરની પ્રવીણ મીઠાઈ ઘર સુખડિયા સ્વીટ માર્ટ, આનંદગૃહ, ભગવતી સ્વીટ માર્ટ, આશવાદ જેવા મોટા મીઠાઈ ઘરોમાં રાજ્ય ભરમાં મોકલવા માટે 1200 જેટલા એડવાન્સ ઓર્ડર બુકિંગ થયા છે. આ વર્ષે પણ દેવડાઓનું શહેરમાં 240 રૂપિયાથી લઈને અલગ અલગ ફ્લેવરના 480 રૂપિયા કિલોના ભાવમાં વધુ વેચાણ થઈ રહ્યા છે. અંદાજે વિવિધ વેપારીઓના કહેવા મુજબ 10,000 કિલો થી વધુ વેચાણ દેવડાંઓનું દેવ દિવાળી સુધીના તહેવારોમાં વેચાણ થવાનો અંદાજ છે. પાટણ શહેરમાં ચાર ફ્લેવરમાં દેવડા વેચાય છે જેમાં કેસર, ચોકલેટ, જે , બદામ પિસ્તા અને બટરસ્કોચનો સમાવેશ થાય છે.