9 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની વતન વાપસી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી તેજ થતાં 3 ફેબ્રુઆરીના રોજ, યુએસ એરફોર્સનું C-17 એરક્રાફ્ટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે ઉડાન ભરી છે. ફ્લાઈટ બુધવારે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરી ચૂકી છે .આ પ્લેનમાં 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો હોવાનું જણાવાઈ રહ્યું છે. અમૃતસર એરપોર્ટથી 33 ગુજરાતીઓને ખાનગી પ્લેનમાં અમદાવાદ લાવવામાં આવશે.જે 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે તેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકો સામેલ છે. આને લઈ અમદાવાદ એરપોર્ટ પર પોલીસને એલર્ટ કરવામાં આવી છે.
આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થતા ઠંડી નું જોર ઘટશે
ગુજરાતમાં તાપમાનમાં ઉતાર ચડાવ થી વાતાવરણ અસ્થિર બન્યું છે ત્યારે હવે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નોં વધારો થતા ઠંડીનું જોર ઘટશે. ત્યારબાદ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. એ. કે. દાસ ના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફ થી પવન આવી રહ્યા છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે જેથી અચાનક વધેલી ઠંડી થી રાહત મળશે.
પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી
અમદાવાદના બાપુનગરમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી..કલ્પેશ ગોહિલ નામના પિતાએ પોતાના બે સંતાનોને પહેલા તો ઉલ્ટી ન થવાની દવા આપી. બાદમાં દીકરાને 30 ગ્રામ સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દીધુ..બાળકના હોઠ વાદળી થવા લાગ્યા અને તેને પેટમાં દુખાવો શરુ થઈ ગયો… દીકરાની તબિયત બગડતા કલ્પેશ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. આ આખી ઘટના ત્યારે બની જ્યારે કલ્પેશની પત્ની મહેસાણા ગઈ હતી.. કલ્પેશે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે પત્ની બહાર જતા બાળકોની હત્યા કરી, આત્મહત્યાનો વિચાર આવ્યો હતો.. પણ દીકરાની તબિયત લથડતા તે પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.. પોલીસે કલ્પેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે..
લલિત વસોયાનો ભાજપ પર આક્ષેપ
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગઈકાલે જસદણની બે અને ઉપલેટાની પાંચ મળી કુલ 7 બેઠક બિનહરીફ થવા પામી છે અને તેમાં પણ ખાસ કરીને ઉપલેટામાં એક આખા વોર્ડ સહિત 5 કોંગી ઉમેદવારો સહિત અપક્ષ મળી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આ 5 બેઠક પર પણ બિનહરીફ રીતે ભાજપના ઉમેદવારની જીત થવા પામી છે. જો કે આ જીતની સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી રૂપિયા 10-10 લાખ આપી ધાક ધમકીથી જીત મેળવ્યાનો નવો ચિલ્લો અપનાવ્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાજપ ધારાસભ્ય અને સરકાર સાથે મળી ખનીજ માફિયાઓ પાસેથી 10-10 લાખ રૂપિયા કોંગી ઉમેદવારોને આપી ધમકી સાથે ફોર્મ પરત ખેંચાવડાવામાં આવ્યા છે. આજદિવસ સુધી લોકશાહી ઢબે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતી હતી પરંતુ આ વર્ષે ધારાસભ્યએ અહીંયા પણ નવો ચિલ્લો શરૂ કરી દીધો છે.
દીકરાની જાન જાય તે પહેલા પિતાની અર્થી ઉઠી
હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં CRPF જવાન વિષ્ણુભાઈ પ્રજાપતિની અંતિમયાત્રા દેશભક્તિના ગીતો અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે નીકળી હતી. 53 વર્ષીય વિષ્ણુભાઈ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ASI તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં સંત્રી ચોકી પર ફરજ દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. ગત ડિસેમ્બર મહિનામાં હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ 20 દિવસ આરામ કરી વિષ્ણુભાઈ 6 જાન્યુઆરીએ ફરજ પર પરત ફર્યા હતા. મંગળવારે સવારે ફરજ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા અને કુલગામ જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.પરિવાર માટે આ ઘટના વધુ દુઃખદ એટલા માટે બની કે, વિષ્ણુભાઈના પુત્ર પાર્થના 17 ફેબ્રુઆરીએ લગ્ન નિશ્ચિત થયા હતા. તેમના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે, સમગ્ર ગામમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગામની સીમમાં નદી કિનારે ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
પ્રિ -પ્રાઈમરી સ્કૂલોની રજિસ્ટ્રેશન મુદ્દત વધશે
ગુજરાતમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવાની 15 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. તેમ છતા રાજ્યમાં ફક્ત 10 ટકા પ્રિ-સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, રાજ્ય સરકાર રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનામાં વધારો કરશે. 15 ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે. જો કે, સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતાઓ નહીંવત છે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ, સરકાર દ્વારા પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે જે શરતો મૂકવામાં આવી છે તેમાંથી કેટલીક શરતોનું પાલન કરવું સંચાલકો માટે શક્ય ન હોય વિરોધનો સૂર વ્યકત કરી રહ્યા છે. પ્રિ-સ્કૂલના સંચાલકોએ 15 ફેબ્રુઆરી બાદ નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.
મુખ્યમંત્રીએ કરાવ્યો ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.
ઉદ્યોગપતિ પાસે ખંડણી માગતી ટોળકી ઝડપાઈ
સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 45 લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે. બ્લેકમેલ કરી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે, અને એક થેલીમાં 45 લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે. પછી, વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી 45 લાખ રૂપિયા કાઢે છે. આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
જીઈબીના કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત
જીઇબીની મેઈન લાઇન બંધ હતી તેમ છતાં ઇન્વર્ટર લાઈન બેક મારતા કામ કરતા કર્મચારીનો ઘટના સ્થળ પર મોત.સુભાનપુરા ખાતે આવેલ જ્યોત નગર સોસાયટીનો બનાવ.જીઇબીના કોન્ટ્રાક્ટ કર્મચારી લાઈન પર કામ કરતા બન્યો બનાવ.જીઈબીની સીડી પર ચડી મેઇન લાઇન પર કામ કરતો હતો કર્મચારી.જીઈબીના અધિકારીઓ ઘટના સ્થળે પર દોડી આવ્યા