વાપી શહેરમાં સંગઠિત ગુનાખોરીની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. વાપી ટાઉન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં રાહુલ શીરસાટ, અજય ઉર્ફે બાંડીયા બ્રાહ્મણે, શીવાભાઈ વસોનીયા અને બાબુરાવ બૈસાનેનો સમાવેશ થાય છે.
.
પીએસઆઇ મુકેશભાઈ ભીંગરાડીયાની ફરિયાદ મુજબ, 13 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થયેલી તપાસમાં આ ટોળકી જુગાર રમાડવા અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 8 જાન્યુઆરી 2025ના રોજ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ પણ ગુનાખોરી કરતા રહ્યા છે. તેમની સામે અલગ અલગ કોર્ટમાં કેસો ચાલી રહ્યા છે. પોલીસે બંને કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કલમ 3(5), 249(બી), 305(એ), 331(3), 331(4) અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી છે.
વાપી પોલીસ હવે આ ગુનાખોરી ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે. શહેરમાંથી સંગઠિત ગુનાખોરીને નાબૂદ કરવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.