સુરત શહેરની ખાડીઓમાં કેમિકલ યુક્ત પાણીનો નિકાલ ખૂબ મોટા પ્રમાણમાં થતા હોવાની ફરિયાદ સતત મળતી રહે છે, પરંતુ અધિકારીઓ તેને ગંભીરતાથી લેતા નથી. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખાડી સાફ કરવામાં આવે છે. વરસાદી લાઈનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કનેકશનો સંદર્ભે હા
.
ડાઈંગ પ્રિન્ટીંગ સહિત પ્રોસેસિંગ હાઉસોને સામે કાર્યવાહી દિવાળી પહેલાં ઉધના ઝોન વિસ્તારમાં આવેલ ખાડીઓમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન થકી પાણીના નિકાલની ફરિયાદોને પગલે શાસ્ત્રી નગર, વ્હાઈટ હાઉસ અને મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સઘન તપાસ હાથ ધરતાં 105 એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ 97 એકમો ઝડપાયા હતા. જેમના સીલીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રિન્ટિંગ હાઉસો દ્વારા પણ મહાનગર પાલિકાની ડ્રેનેજ લાઈનને બદલે કેમિકલયુક્ત પાણી બારોબાર સ્ટ્રોમ લાઈનમાં છોડી દેવામાં આવતું હોય છે. આ પ્રકારના ન્યુશન્સને પગલે મહાનગર પાલિકા દ્વારા છાશવારે અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે અને જવાબદાર એકમો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને લિંબાયત, ઉધના અને કતારગામ ઝોનમાં તપેલા ડાઈંગના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણીના નિકાલની સમસ્યા જોવા મળે છે.
બીજા ઝોનમાં પણ આવી કાર્યવાહી થવી જરૂરી સુરત શહેરની અંદર અનેક ઉદ્યોગિક ગૃહો એવા છે કે, જેઓ ગેરકાયદેસર રીતે ખાડીઓમાં અને તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવી દેતા હોય છે, પરંતુ અધિકારીઓની લાલિયા વાડીને કારણે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાતા નથી. ડ્રેનેજ કમિટીના ચેરમેન દ્વારા થોડી સક્રિયતા દાખલાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરતના કતારગામ લિંબાયત ઉધના અને પાંડેસરા વિસ્તારમાં આ પ્રકારના અનેક કનેક્સનો ગેરકાયદેસર ચાલી રહ્યા છે. જો તેમની તપાસ કરવામાં આવ્યા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાનો વેડફાટ થતો અટકાવી શકાય તેમ છે.