શહેરના નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને એસએસજી હોસ્પિટલમાં મોતને ઘાટ ઉતારતાં પહેલાં નાગરવાડા મહેતા વાડીમાં આતંક મચાવનાર બાબર હબીબખાન પઠાણ સહિત 5 સાગરીતોની કારેલીબાગ પોલીસે મારામારીના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી શુક્રવારે
.
તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો ઉલ્લેખનીય છે કે, તપન પરમારની બાબર પઠાણ અને તેના સાગરીતોએ ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી. અને તેઓના રિમાન્ડ મેળવી તપાસ કરી હતી.
બાબર પઠાણ સહિત 5ની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ તપન પરમારની હત્યા પૂર્વે બાબર પઠાણ અને તેના સાગરીતોએ નાગરવાડા મહેતાવાડીમા વિક્રમ અને તેના મિત્રો ઉપર ચાકૂ તેમજ અન્ય માર્ક હથિયારો સાથે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જે ગુનાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમા નોંધાઇ હતી. આ ગુનામાં કારેલીબાગ પોલીસે બાબર પઠાણ સહિત 5 આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.
તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા દરમિયાન આજે કારેલીબાગ પોલીસે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા આજે બાબર પઠાણ, મહેબુબ પઠાણ, સલમાન પઠાણ, વસીમ મન્સુરી અને એજાજ અહેમદ શેખને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.