મહેસાણા ખાતે મોઢેરા રોડ ઉપર ગંગાસાગર સોસાયટીમાં રહેતા વેપારી પટેલ હિતેશકુમાર પ્રવિણભાઈને અમદાવાદ ખાતે જીન્નત રેસીડેન્સીમાં રહેતા સૈયદ ઉઝરમીયાં હમીદમીયાંએ આપેલો રૂ.85,000નો ચેક પરત ફરવાના કેસમાં છ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
.
મહેસાણા અદાલતનાં આઠમા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તૃપ્તિ એચ.ઠક્કરે સુનાવણી બાદ સજાનો આ હુકમ કર્યો છે. આરોપી 30 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ન ચુકવી આપે તો વધુ 3 માસની અલગથી સજા ભોગવવાની રહેશે. ફરિયાદી તરફે વકીલ સમીર દોશીએ દલીલો કરી હતી. કેસની વિગત અનુસાર આ કામના ફરિયાદી હિતેશકુમાર પટેલ મહેસાણા ખાતે રહે છે અને નેક્ષામાં સી.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે.
આ કેસના આરોપી તેમજ હમીદમીયાં સૈયદ વિદેશના વીઝા અપાવવાનું કામ કરે છે. હમીદમીયાં અને ફરિયાદીનો સંપર્ક ફેસબુક મારફત થયો હતો. ફરિયાદીને કેનેડા મોકલવાની અને નોકરી અપાવવાની વાત કરી હતી. ફરિયાદીએ મહેસાણા સ્ટેટ બેન્કમાંથી આ રકમ ટ્રાન્સફર કરી હતી. ફરિયાદીએ રૂપિયા 1,55,800ની રકમ હમીદમીયાંને ચુકવી હતી. આ કેસમાં મહેસાણા અદાલતે આરોપીને દોષિત ઠરાવી છ મહિનાની કેદની સજા કરી હતી.